________________
551 555 445 44 445 4464
વર્ષ સુધી રાજ્ય અવસ્થા વીતાવી. તેમાં તેમણે લેખન કળા છે મુખ્ય જેમાં અને શકુનરુત એટલે વ્યાખ્યાન પક્ષીઓના શબ્દની કળા છે અંતે જેમાં એવી પુરુષોની બોંતેર કળાઓ, તથા સ્ત્રીઓની ચોસઠ કળાઓ અને સો શિલ્પો પ્રજાના હિતાર્થે બતાવ્યાં. પુરુષની બોંતેર કળાના નામ આ પ્રમાણે છે ‘લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિરુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ, અશ્વારોહણ, ગજારોહણ, હાથી અને ઘોડા કેળવવાની વિદ્યા.
શાસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર, વિષ, ખનિજ, વિદ્યા, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત, પૈશાચિકા, અપભ્રંશ, 5) સ્મૃતિ, પુરાણ, અનુષ્ઠાન, સિદ્ધાંત, તર્ક, વેદ, વૈદક, આગમ, સંહિતા, ઇતિહાસ, સામુદ્રિક વિજ્ઞાન, ; (ક) આચાર્યસૂરિવિદ્યા, રસાયન, કપટ, વિદ્યાનુવાદ, દર્શનસંસ્કાર, ધૂર્તશંબલક, મણિકર્મ, વૃક્ષચિકિત્સા, કે
ખેચરીકલા, અમરીકલા, ઇન્દ્રજાલ, પાતાલસિદ્ધિ, યંત્રક, રસપતી, સર્વકરણી, પ્રાસાદલક્ષણ, પણજુગાર, ચિત્રોપલ, લેપ, ચર્મકર્મ, પત્રચ્છેદ, નખશ્કેદ, પત્રપરીક્ષા, વશીકરણ, કાષ્ટઘટન, દેશભાષા, ગારૂડ, યોગાંગ, ધાતુકર્મ, કેલિવિધિ અને શકુનરુત” એ બહુતેર કળા પુરષની . જાણવી. એમાં પહેલી જ લેખનકળા કહી તેમાં અઢારે જાતની લિપિઓ આવે છે. એ અઢારે લિપિઓ પ્રભુએ પોતાના જમણા હાથે બ્રાહ્મીને શીખવી તેનાં નામ આ પ્રમાણે છે. “હંસલિપિ, ભૂતલિપિ, યશલિપિ, રાક્ષસલિપિ, ઉડીલિપિ, યાવનીલિપિ, તુરકીલિપિ, કીટીલિપિ, દ્રાવિડીલિપિ, E સેંધવીલિપિ, માલવીલિપિ, નડીલિપિ, નાગરિલિપિ, લાટિલિપિ, પારસીલિપિ, અનિમિત્તિલિપિ, 2 ચાણાકિલિપિ અને મૂલદેવીલિપિ” એ અઢાર લિપિ જાણવી. - તથા “એક, દશ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કોટિ, દશકોટિ, અબજ, ખ4, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય, અને પરાર્થ,” એવી રીતે અનુક્રમે દશ દશગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું તથા ભરતને કાષ્ટકર્મ અને બાહુબલીને પુરૂષ વગેરેના લક્ષણો શીખવ્યાં.
Sધા.
44444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org