________________
કલ્પસૂત્ર
યુગલિયાઓએ કહ્યું અમને પણ એવોજ રાજા જોઇએ. પ્રભુએ કહ્યું તમો એવા રાજા માટે નાભિ વ્યાખ્યાન (1) કુલકર પાસે માગણી કરો. એટલે યુગલિયાઓએ નાભિ કુલકર પાસે રાજાની માગણી કરી. નાભિ ;) (ક) કુલકરે કહ્યું, તમારો રાજા ઋષભ જ થાઓ, પછી યુગલિયાઓ રાજ્યાભિષેક માટે જળ લેવા -
સરોવરે ગયા. એ સમયે ઇન્દ્રનું સિંહાસન કંપ્યું તેથી ઇન્દ્ર અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુના રાજ્યાભિષેકનો અવસર જાણ્યો એટલે ત્યાં આવી એક વેદિકા રચી તેના ઉપર સિંહાસન સ્થાપી દેવોએ આણેલા તીર્થ જળથી પ્રભુને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, આભૂષણોથી અલંકૃત
કર્યા અને મુકુટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો, આ વખતે યુગલિયાઓ કમળના પાંદડામાં (5) પાણી લઈને આવ્યા, તેમણે પ્રભુને દિવ્ય વસ્ત્રાભૂષણોથી અલંકૃત થયેલા જોઈ વિચાર્યું કે આવા
અલંકૃત એવા ઋષભના મસ્તક ઉપર પાણી રેડવું ઉચિત નથી. એમ વિચારી પ્રભુના ચરણો પર - પાણી રેડી દીધું. આ જોઈ ઇન્દ્ર સંતુષ્ટ થઈ આ લોકો વિનીત છે, એમ વિચારી કુબેરને આજ્ઞા કે
કરી કે બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, એવી વિનીતા નામે નગરી બનાવો અને વસાવો. કુબેરે તરત ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે સુવર્ણ અને રત્નાદિનાં ઘરો અને કિલ્લાવાળી વિનીતા નગરી બનાવી અને વસાવી. હાથી, ઘોડા, ગાયો, બળદો વગેરેનો સંગ્રહ કરાવ્યો, રાજ્ય વ્યવસ્થા માટે
ઉગ્ર ભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળોની સ્થાપના પ્રભુએ કરી, જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેમને દિ ઉગ્ર કુળના કહી આરક્ષક-કોટવાળ બનાવવામાં આવ્યા, જેઓ ભોગને યોગ્ય હતા તેમને કે રે ભોગકુળના કહ્યા. તે ગુરુ સ્થાનના ગણાવા લાગ્યા, જેઓ સમાન વયના હતા તેમને રાજન્ય રે
કુળના કહ્યા, એ મિત્ર સ્થાનીય ગણાવા લાગ્યા, અને બાકીનાને ક્ષત્રિય કહી પ્રજાજન તરીકે
ગણાવ્યા. એ કાળે કલ્પવૃક્ષનાં ફળો મળવાં દુર્લભ થયાં. ત્યારે ઇક્વાકુવંશના માણસો શેરડી ખાઈ (1) જીવન નિભાવતા અને બીજા બધા પ્રાય: વૃક્ષનાં પાંદડાં, તથા ફળફૂલ ખાઈને જીવન વીતાવવા ન
લાગ્યા. અગ્નિ ન હોવાથી લોકો અનાજ પણ કાચું જ ખાતા. કાળ પ્રભાવે તેની પાચનક્રિયા ન F) દિ થતાં, થોડું થોડું ખાવાનું ચાલુ કર્યું. તે પણ ન પચવાથી પ્રભુના કહેવાથી ધાન્યને મસળી ફોતરા 2 કાઢીને ખાતા, તેનું પણ અજીર્ણ થવાથી ધાન્યને પાણીમાં ભીંજાવી રાખીને ખાવા લાગ્યા. એમ ૨ ૨૬૩
4444444444
4G44444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org