________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
yÉÉÉ555555555ષ્કર્ષ
જ્યારે લગભગ એક વર્ષના થયા ત્યારે પ્રભુના વંશની સ્થાપના કરવી એવો ઇન્દ્રનો આચાર છે એમ વિચારી અને ખાલી હાથે પ્રભુ પાસે ન જવાય, એમ વિચારી શેરડીનો એક સાંઠો લઈ ઇન્દ્ર નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા. ત્યારે શેરડીનો સાંઠો જોઇ તે લેવા બાળ પ્રભુએ હાથ લંબાવ્યો. એટલે આપ શેરડી ખાશો ? એમ કહી ઇન્દ્ર પ્રભુના હાથમાં તે સાંઠો
આપીને પ્રભુને ઇક્ષનો અભિલાષ થયો છે તેથી પ્રભુનો વંશ ઈક્વાક નામનો થાઓ એમ કહી » ઇન્દ્ર વંશ સ્થાપના કરી. પ્રભુનું ગોત્ર તો કાશ્યપ હતું.
કોઇક યુગલને માતાપિતા તાલવૃક્ષની નીચે મૂકીને કોઈ કામ માટે ગયેલ હતા, ત્યારે દેવયોગે તાડનું એક ફળ તૂટીને છોકરા ઉપર પડ્યું. તેથી બાળક તરત જ મરણ પામ્યો. એ પહેલું અકાળ મૃત્યુ આ અવસર્પિણીમાં થયું. હવે માતાપિતા સ્વર્ગે ગયા પછી તે એકલી પડેલી કન્યા જંગલમાં
અહીં તહીં ફરતી યુવાનીને પામી, યુગલિયાઓ સુંદર યુવતીને નાભિ કુલકર પાસે લાવ્યા. આ yસુંદર સ્વરૂપવાન કન્યા ઋષભની પત્ની થાશે એમ કહી નાભિ કુલકરે યુગલિયાઓને વિદાય કર્યા, F). પછી સુનંદા અને સુમંગલાની સાથે વૃદ્ધિ પામતા પ્રભુ યુવાનીને પામ્યા. ત્યારે ઈન્દ્ર વિચાર કર્યો તો કે, પ્રથમ જિનનો વિવાહ કરવાનો અમારો આચાર છે. એમ વિચારી ઘણા દેવદેવીઓના પરિવાર
સાથે ત્યાં આવી વર સંબંધી કર્તવ્ય પોતે કર્યું. અને કન્યાઓ સંબંધી કૃત્ય દેવીઓએ કર્યું. એવી રીતે વિવાહ થયો. પછી સુનંદા અને સુમંગલાની સાથે સમય પસાર કરતા પ્રભુને સુમંગલાથી ભરત અને બ્રાહ્મી રૂપ યુગલ ઉત્પન્ન થયું અને સુનંદાથી બાહુબલી અને સુંદરી રૂપ યુગલ ઉત્પન્ન . ત્યાર પછી અનુક્રમે સુમંગલાથી બીજા ઓગણપચાશ પુત્ર રૂપ યુગલો ઉત્પન્ન થયાં.
કાળના પ્રભાવથી ક્રોધાદિકષાયો વધતા જવાથી હાકાર, માકાર અને ધિક્કારરૂપ ત્રણ નીતિઓનું પણ ઉલ્લંઘન થતાં જ્ઞાનાદિ ગુણોથી અધિક એવા પ્રભુ પાસે આવી યુગલિયાઓએ એ
વાત કરી ત્યારે પ્રભુએ કહ્યું કે, નીતિ મર્યાદાઓના ઉલ્લંઘન કરનારને રાજા દંડ કરે છે. એ રાજાને છે અભિષેક થવો જોઇએ, અને રાજા પ્રધાનાદિ સહિત અખંડ શાસનવાળો હોવો જોઇએ,
44444444444444
F૨૬૨
in Education international
For Personal & Private Use Only
w
elbrary.org