SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૨ તે મરુદેવાએ ચૌદ સ્વપ્નો જોયાં ત્યાં સુધી જાણવો. સ્વપ્નો પૂર્વે જણાવ્યા પ્રમાણે ચૌદ આવ્યાખ્યાન 2) જાણવા, પરંતુ મરુદેવા માતા પ્રથમ સ્વપ્નમાં વૃષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. બીજા બધા છે કઈ તીર્થકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં હાથીને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. શ્રી મહાવીર પ્રભુની ય માતાએ પ્રથમ સ્વપ્નમાં સિંહને મુખમાં પ્રવેશ કરતો જોયો છે. મરુદેવાએ એ ચૌદ સ્વપ્નાની વાત HD શ્રી નાભિ કુલકરને કહી. તે વખતે સ્વખપાઠકો ન હતા તેથી સ્વપ્ન ફળ નાભિ કુલકરે જ કહી સંભળાવ્યું. - કૌશલિક શ્રી ઋષભદેવ અરિહંત તે કાળ અને તે સમયને વિષે જે આ ઉનાળાનો પહેલો કે માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર માસનો કૃષ્ણ પક્ષ તેની અષ્ટમીના દિવસે નવમાસ પૂર્ણ થયે છતે તેમજ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે આરોગ્યવાળાં મરુદેવાએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો. અહીં બીજો બધો અધિકાર શ્રી મહાવીર સ્વામીના જીવનવૃત્તાંતમાં કહેલ છે તે રીતે જાણવો. એમાં એટલો વિશેષ છે કે, કેદીઓને છોડી મુકવાનું, તોલ માપ વગેરે માનોન્માનને વધારવાનું, દાણ માફ કરવાનું અને કુળમર્યાદા વગેરેનો અધિકાર સમજવો નહીં. એ સમયે એ કાંઈ પણ 41555555555555555555 45145 50 HGGGGGGGGGGG હતું નહિ. કે દેવલોકમાંથી આવેલા, અદ્ભુત રૂપવાળા, સૌમ્ય આકારવાળા, ચંદ્ર જેવા શીતળ મુખવાળા, કે સૌભાગ્યયુક્ત શરીરવાળા, અનેક દેવદેવીઓથી વીંટળાયેલા, સર્વગુણોયુક્ત યુગલિક મનુષ્યોમાં બધાથી અધિક શોભતા, એવા ઋષભદેવ પ્રભુ વૃધ્ધિ પામતા છતા જ્યારે ભોજનની ઇચ્છા થતી ત્યારે દેવોએ અમૃતથી સિંચેલ અંગૂઠાને મુખમાં નાંખી ચૂસતા. બીજા તીર્થકરો પણ એજ રીતે બાલ્યાવસ્થામાં અમૃતસિંચિત અંગૂઠાને ચૂસે છે અને પછી અગ્નિથી પકાવેલા આહારનું ભોજન E કરતા, જ્યારે શ્રી ઋષભદેવે તો દીક્ષા લીધી ત્યાં સુધી એટલે વ્યાશીલાખ પૂર્વ સુધી દેવોએ E) આણેલા દેવકરુ અને ઉત્તરકુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષોના ફળોનો જ આહાર કરેલ છે. શ્રી ઋષભદેવ For Personal Private Use Only www.inbrary.org
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy