________________
કલ્પસૂત્ર
4444444444444ழுகுகுகுகுகு
કહેવાતા શ્રી ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં અવીને ગર્ભપણે આવ્યા. ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા. ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લેનારા થયા અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા તથા અભિજિત નક્ષત્રમાં મોક્ષમાં ગયા.
કૌશલિક અરિહંત શ્રી ઋષભદેવ તે કાળે અને તે સમયે જે આ ઉનાળાનો ચોથો માસ અને સાતમો પક્ષ એટલે આષાઢ (ગુજરાતી જેઠ) માસનો કૃષ્ણ પક્ષ, તેની ચોથના દિવસે તેત્રીશ સાગરોપમનું દેવાયુષ્ય પૂરૂં કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાંથી ચ્યવીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રની ઇક્ષ્વાકુભૂમિમાં નાભિ કુલકરની પત્ની મરુદેવાના ઉદરમાં મધ્યરાતના સમયે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ગર્ભપણે ઉત્પન્ન થયા. નાભિ કુલકરના પ્રસંગથી અહીં કુલકરોથી ઉત્પત્તિ કહે છે.
આ અવસર્પિણીના ત્રીજા આરાને પૂર્ણ થવાને હજી પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે ક્રમથી સાત કુલકર થયા છે. પશ્ચિમ મહાવિદેહમાં બે મિત્ર વાણિયા રહેતા હતા તેમાં એક સરળ હતો અને બીજો કપટી હતો. તેઓ બન્ને સાથે વ્યાપાર કરતા હતા. જ્યારે જ્યારે આવકનો ભાગ કરતા ત્યારે કપટી સરળને ઠગીને વધારે ભાગ લેતો. કોઇક વખતે સરળ મિત્રની પત્નીને જોઇને કપટીએ તેને વિષય માટે પ્રાર્થી, પરંતુ પવિત્ર એવી તે સ્ત્રીએ એ વાતને સ્વીકારી નહિ, તેથી શ્યામ મુખવાળા એવા તેણે સરળ મિત્રને કહ્યું કે, તારી પત્નીએ મારી પાસે વિષયની
ૢ માંગણી કરી, મેં એ વાત સ્વીકારી નહિ, પછી સરળ સ્વભાવી મિત્ર ધરે ગયો ત્યારે તેની પત્નીએ જે વાત બની હતી તે કહી. એટલે સંસારના આવા સ્વરૂપને વિચારી વૈરાગ્ય પામેલા તે બન્ને જણા ધર્મ કાર્ય કરી કાળ કરીને ઇક્ષ્વાકુભૂમિમાં યુગલિયા થયાં. કપટી મરીને ત્યાં હાથી થયો. તેણે પોતાના પૂર્વ ભવના મિત્ર યુગલિયાને જોયા, તેથી તે હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે પૂર્વ ભવ દીઠો એટલે પ્રસન્ન થઇ તે યુગલને સુંઢથી પોતાની પીઠ ૫૨ બેસાડી ચાલવા માંડયો. તે હાથીનો વર્ણ શ્વેત હતો તેથી તે યુગલિયાને વિમલવાહન કહીને બીજા યુગલિયાઓ બોલાવવા
Jain Education International
For Personal & Private Use Only
குமு
$$$
વ્યાખ્યાન
८
૨૫૯
www.jainslturary.cfg