________________
કલ્પસૂત્ર
શ્રી કલ્પસત્ર વ્યાખ્યાન - ૮
વ્યાખ્યાન
B55555555555
આ અવસર્પિણી કાળમાં પ્રથમ ધર્મ પ્રવર્તક અનંત ઉપકારી પ્રભુ શ્રી ઋષભદેવનું ચી કાંઈક વિસ્તારથી કહેવાય છે તેમાં પ્રથમ સમકિત પામ્યાં પછીના પ્રભુ શ્રી ઋષભદેવના તેર ભવનું છે છે સંક્ષિપ્ત વર્ણન કરાય છે.
પ્રભુ પ્રથમ ભવમાં આ જંબૂતીપના વિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ધન નામે સાર્થવાહ Fઈ હતા. તેમણે પોતાના સાર્થમાં રહેલ આચાર્ય ધર્મઘોષસૂરિના સાધુઓને દાન આપ્યું અને છે કે ધર્મઘોષસૂરિ પાસેથી પ્રતિબોધ પામી સમ્યકત્વ મેળવ્યું. એટલે એ ભવથી એમના ભવોની ગણત્રી થઈ. બીજે ભવે ઉત્તરકુરુમાં યુગલિયા થયા. ત્રીજે ભવે પ્રથમ દેવલોકમાં દેવ થયા. ચોથે ભવે આ જંબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ગંધિલાવતી વિજ્યમાં મહાબલ નામના રાજા થયા.
પાંચમે ભવે બીજા દેવલોકમાં લલિતાંગ નામે દેવ થયા. છઠે ભવે આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ 1) ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં રાજા થયા. સાતમે ભવે ઉત્તરકુરુ ક્ષેત્રમાં ) Fા યુગલિયા થયા. આઠમે ભવે પ્રથમ દેવલોકમાં દેવ થયા. નવમે ભવે આ જંબૂદ્વીપના મહાવિદેહ ક)
ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જીવાનંદ નામે વૈદ્ય થયા. દશમે ભવે મિત્રો સહિત બારમા દેવલોકમાં ગયા. અગિયારમે ભવે જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી
નગરીમાં પૂર્વમિત્રો સહિત બંધુપણે ઉત્પન્ન થયા. તેમાં પ્રભુનો જીવ વજનાભ નામે ચક્રવર્તી થયો. 1) તેમણે છએ ભાઇઓ સહિત દીક્ષા લીધી. તેમાં પ્રભુનો જીવ વજનાભ મુનિએ વીશસ્થાનક તપની )
આરાધના કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. બારમે ભવે એ છએ બંધુ મુનિઓ સર્વાર્થસિદ્ધ ક વિમાનમાં ઉત્પન્ન થયા, અને તેરમે ભાવે પ્રભુ શ્રી ઋષભદેવ થયા એમ તેર ભવ જાણવા.
તે કાળે અને તે સમયે કૌશલિક અરિહંત ઋષભદેવના ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં ૨ થયા છે અને અભિજિત નક્ષત્રમાં પાંચમું મોક્ષ કલ્યાણક થયું. કોશલામાં જન્મેલ હોવાથી કૌશલિક
E) ૨૫૮
444444444444
છું.
Join Education international
For Personal Private Use Only
wwwbrary