________________
કલ્પસૂત્ર
)
41414 LA44 LG LG G444
શ્રી સંભવનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે ધાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં વિપુલવાહન રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામ્યા. સંઘ ભક્તિ કરી વીશસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી, નવમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજાની સેનાદેવી રાણીના ઉદરમાં ફાગણ સુદિ આઠમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ માગસર સુદિ ચૌદસે જન્મ્યા. અશ્વ લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, ચારસો ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પંદર લાખ પૂર્વ કુમારપણે રહી, ચાર પૂર્વાગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ રાજ્ય કરી, સાંવત્સરિક દાન આપી, એક હજાર રાજાઓ સાથે માગશર સુદિ પૂનમે દીક્ષા લઇ, ચૌદ વર્ષ છબસ્થ રહી, કાર્તિક વદિ પાંચમે શ્રાવસ્તીમાં કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, ચાર પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા પાળી, સાઠ લાખ પૂર્વ સર્વ આયુષ્ય ભોગવી, સમેતશિખર ઉપર માસિક અનશન કરી, એક હજાર મુનિવરો સાથે ચૈત્ર સુદિ પાંચમે મોક્ષે ગયા. એ પ્રભુને ચારૂ આદિ એકસો બે ગણધરો સહિત બે લાખ સાધુઓ, શ્યામા આદિ ત્રણ લાખ છત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ વ્યાણું હજાર શ્રાવકો અને છ લાખ છવ્વીશ હજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ત્રિમુખ યક્ષ અને દુરિતારિ યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે બૈતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા એવા વીશ લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે.
શ્રી અજીતનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં જંબૂમહાવિદેહમાં વિમલવાહન રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામી સંયમ લઇ, વીશસ્થાનક તપ આરાધી, તીર્થકર નામ કર્મ બાંધી, વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી અયોધ્યાપુરીમાં જિતશત્ર રાજાની વિજયા રાણીના ઉદરમાં વૈશાખ
સુદિ તેરસે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ આઠમે જન્મ્યા. હસ્તિ લાંછનવાળા, સુવર્ણ છે. કાંતિવાળા, ચારસો પચાશ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ અઢાર લાખ પૂર્વ કુમારપણે રહી, એક ૨ પૂર્વાગ સહિત ત્રેપન લાખ પૂર્વ રાજ્ય પાળી, સાંવત્સરિક દાન દઇ, મહા સુદિ નવમીએ એક 9 હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બાર વર્ષ છબસ્થ રહી, અયોધ્યામાં પોષ વદિ અગિયારસે
ALL44444444444444444
૨૫૬
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org