________________
વ્યાખ્યાન
55
554441
કલ્પસૂત્ર
ભવી જીવોને તારી, બાર પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ વ્રત ધારણમાં, એવી રીતે ચાલીશ લાખ (5) પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવી, એક હજાર મુનિઓ સાથે માસિક અનશન કરી સમેતશિખર ઉપર
ચૈત્ર સુદિ નવમીના મોક્ષે ગયા. એ પ્રભુને ચમર આદિ એકસો ગણધરો સહિત ત્રણ લાખ વીશ હજાર સાધુઓ, પાંચ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ એકયાસી હજાર શ્રાવકો અને પાંચ લાખ સોળ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક તુંબર યક્ષ અને મહાકાલી યક્ષિણી હતાં. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા એક લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે.
શ્રી અભિનંદન પ્રભુ આગલા ત્રીજા ભવે જંબુમહાવિદેહમાં મહાબલ રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી, વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી અયોધ્યામાં સંવર રાજાની સિદ્ધાર્થા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ ચોથે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ બીજે જન્મ્યા. કપિ લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, સાડા ત્રણસો ધનુષ્ય ઊંચાઇવાળા પ્રભુ સાડાબાર લાખ પૂર્વ કુમારપણે રહી, સાડા છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂવાંગ રાજ્ય પાળી, સાંવત્સરિક દાન આપી, મહા સુદિ બારસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઈ, અઢાર વર્ષ છબસ્થ રહી અયોધ્યામાં પોષ સુદિ ચૌદસે કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, આઠ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા પાળી, એક હજાર મુનિવરો સાથે એક માસનું અનશન કરી સમેતશિખર ઉપર પચાશ લાખ પૂર્વ સર્વ આયુષ્યવાળા પ્રભુ વૈશાખ સુદિ આઠમે મોક્ષે ગયા. એ પ્રભુને વજનાભ આદિ એકસોસોળ ગણધરો સહિત ત્રણ લાખ સાધુઓ, અજિતા આદિ છ લાખ છત્રીશ હજાર સાધ્વીઓ, બે લાખ અઠ્યાવીશ હજાર શ્રાવકો, અને પાંચ લાખ સત્યાવીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક યક્ષે શ્વર યક્ષ અને કાલી યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા દશ લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે.
குருகுகுகுகுகுகுகு
૨૫૫
For Personal Private Use Only