________________
કલ્પસૂત્ર
G
પુત્ર થયો, તેના માતાપિતા બાલ્યવયમાં જ મરણ પામવાથી ગામના માણસોએ દયાથી તેને પાળીને મોટો કર્યો. ક્યારેક ઇન્દ્ર મહોત્સવના અવસરે નગરવાસીજનોને વસ્રઆભૂષણોથી અલંકૃત થયેલા જોઇને કમઠ વિચારે છે કે આ લોકોએ પૂર્વભવમાં ધર્મની આરાધના કરી છે તેથી તેઓ સુખી થયેલા છે, અને મેં પૂર્વભવમાં ધર્મ કરેલ નથી તેથી હું દુ:ખી એવી વિચારણા કરી કમઠે તાપસી દીક્ષા લીધી અને તે પંચાગ્નિ તપ કરતો છતો લોકમાં પ્રસિદ્ધિને પામ્યો.
Jain Education International
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ માતાના ગર્ભમાં પણ ત્રણ જ્ઞાન સહિત હતા, હું સ્વર્ગથી વીશ એમ પ્રભુ જાણતા હતા. પરંતુ ત્યાંથી ચ્યવતાં પ્રભુ નથી જાણતા અને હું સ્વર્ગથી આવી ગયો છું એમ જાણે છે. અહીં પ્રથમ મહાવીર પ્રભુના વૃત્તાંતમાં જણાવ્યા પ્રમાણેજ સ્વપ્નદર્શન સ્વપ્નફળ, પ્રશ્ન વગેરે યાવત્ ત્રિશલા દેવીના સ્થાને વામા દેવી પોતાના વાસઘરમાં આવી, સુખપૂર્વક તે ગર્ભનું પાલન કરે છે. એ બધું જાણવું.
તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંત જે આ શિયાળાનો બીજો માસ અને ત્રીજો પક્ષ એટલે પોષ કૃષ્ણપક્ષ. તે પોષ કૃષ્ણ પક્ષની દશમીને દિવસે નવ માસ બરાબર પૂર્ણ થયા અને ઉપર સાડાસાત રાત્રિ દિવસ ગયા ત્યારે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે જન્મ્યા અર્થાત્ એ સમયે આરોગ્યવાળી એવી વામા દેવીએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ જન્મ્યા તે રાત્રિ ઘણા તે દેવદેવીઓ વડે જાણે અત્યંત વ્યાકુળ થઇ હોય એવી તથા શબ્દો વડે કોલાહલવાળી થઇ હોય
તેમ પ્રકાશમય થઇ.
શ્રી પાર્શ્વનાથનો જન્માભિષેક, જન્મમહોત્સવ વગેરે પ્રથમ શ્રી મહાવીરદેવના એ પ્રસંગમાં જણાવી ગયા તે પ્રમાણે જાણવું. પરંતુ મહાવીરદેવને સ્થાને પાર્શ્વનાથનું નામ જાણવું. આ કુમારનું પાર્શ્વનાથ નામ થાઓ ત્યાં સુધી જાણવું. વામા દેવીએ પાર્શ્વનાથ ગર્ભમાં આવ્યા બાદ એક વખત શય્યામાં સુતી વખતે પોતાની પાસેથી કાળો નાગ જતો જોયો હતો તેથી પ્રભુનું નામ પાર્શ્વ રાખ્યું.
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૭
૨૨૭
www.jainelibrary.org