________________
કલ્પસૂત્ર
5474
પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ દક્ષ, દક્ષપ્રતિજ્ઞાવાળા, ઉત્તમરૂપવાળા, સર્વગુણયુક્ત, ભદ્ર, અને વ્યાખ્યાન વિનયવાળા હતા. પાંચધાવમાતાઓથી પાલન કરાઇ, બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામી રે માતાપિતાને આનંદ ઉપજાવી પ્રભુ યૌવનવયને પામ્યા. એ વખતે કુશસ્થળ નગરના પ્રસેનજિત રાજા ઉપર મ્લેચ્છ લોકો ચઢી આવ્યા હતા એ રાજાની સહાય માટે વિનંતિ આવતાં અશ્વસેન રાજા ત્યાં જવાની તૈયારી કરતા હતા. તેમને વિનવીને પાર્શ્વકુમાર પોતે સહાય કરવા જવા તૈયાર થયા. એ જાણી ઇન્દ્ર સારથિ સહિત પોતાનો રથ પ્રભુ માટે મોકલ્યો, તે રથ ઉપર બેસીને પાર્શ્વકુમાર આકાશમાર્ગે જઈ જેવા કુશસ્થળ નગર પાસે આવ્યા છે, તેવા જ પ્લેચ્છ લોકો પ્રભુને જોઈને ભાગી ગયા. પછી પ્રસેનજિત રાજાએ પાર્શ્વકુમારનો ઘણો આદર સત્કાર કર્યો અને ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવીને તેમની ઘણી સેવાભક્તિ કરી. તે સમયે પાર્શ્વકુમારને નવ હાથ પ્રમાણ, નીલવર્ણ કાત્તિથી ચમકતા શરીરવાળા, અત્યંત સ્વરૂપવાન, એક હજારને આઠ લક્ષણને ધારણ કરનારા, મહાસૌંદર્યયુક્ત કાંતિને ધારણ કરનારા જોઇને રાજપુત્રી પ્રભાવતીને પ્રભુ ઉપર રાગ ઉત્પન્ન થયો. તે જાણી પ્રસેનજિત રાજાએ પાર્શ્વકુમારને પોતાની પુત્રી પ્રભાવતી સાથે લગ્ન : કરવાનો અતિશય આગ્રહ કર્યો, જો કે પાર્શ્વકુમારને ઇચ્છા ન હતી છતાં ભોગાવલી કર્મ જાણીને આગ્રહવશ બની પાર્શ્વકુમાર પ્રભાવતીને પરણીને વારાણસી નગરીએ આવ્યા. કોઇ વખતે કમઠ નામે તાપસ એ નગરીની બહાર ગંગા નદીને કાંઠે અગ્નિકુંડ કરી તપ કરતો હતો તે જાણીને ગ્ર નગરજનો તાપસના દર્શન કરવા જવા લાગ્યાં. મહેલના ઝરૂખામાં બેઠેલા પાર્શ્વકુમારે પૂછપરછ ક કરી કમઠનો વૃત્તાંત જાણ્યો અને પોતે પણ ત્યાં જઈ અવધિજ્ઞાનથી જોયું તો તાપસે સળગાવેલ HD અગ્નિકુંડમાં બળતા નાગને જોઇને કહ્યું, “આ અજ્ઞાનકષ્ટ છે. આમાં તત્ત્વ કાંઈ નથી તેથી “હે કે તાપસ ! તું ફોગટ આત્માને સંતાપે છે.” તે સાંભળી ક્રોધિત થયેલા તાપસે કહ્યું, “રાજપુત્રને
તાજપની શી ખબર હોય ? એ તો હાથીઘોડાઓને દોડાવે, જપતપની વાતો તો યોગીઓ જાણી w) શકે કે જીવદયા પણ યોગીઓ જાણે.” યોગીનાં આવાં વચનો સાંભળી અગ્નિકુંડમાંથી અર્ધબળતું J. 5 લાકડું કઢાવી તેને ફોડાવી અર્ધબળતો નાગ તેમાંથી કઢાવી તે સર્પને સેવકના મુખથી નવકાર F) ૨૨૮
44444444441
குகுகுகுகுகுகுகு
૮
in Education international
For Personal & Private Use Only
www.janelbrary.org