________________
કલ્પસૂત્ર
6955
குழுழுழுழுழுழுழுழுழு
Jain Education International
છકે ભવે મરુભૂતિનો જીવ બારમા અચ્યુત દેવલોકથી આવીને આ જંબૂીપના પશ્ચિમ મહાવિદેહમાં ગંધિલાવતી વિજયમાં શુભંકરા નગરીમાં વજ્રનાભ નામનો રાજા થયો. ત્યાં શ્રી ક્ષેમંકર તીર્થંકર પ્રભુ પધાર્યા. રાજા તેમની પાસે જઇ વંદના કરી દેશના સાંભળીને પ્રતિબોધ પામી દીક્ષિત થયો. પછી અગિયાર અંગનો અભ્યાસ કરી તે મુનિએ જંઘાચારણની લબ્ધિ મેળવી. પછી
તે લબ્ધિના બળથી સુકચ્છવિજયમાં જ્વલન પર્વત ઉપર જઈને ત્યાં કાયોત્સર્ગે રહ્યા. હવે કમઠનો જીવ પાંચમી નરકનાં અસહ્ય દુઃખો ભોગવી ત્યાંથી નીકળી સંસારમાં ઘણા ભવો સુધી ભટકીને એજ પર્વત ઉ૫૨ કુરંગ નામે ભિન્ન થયો. તે ભિન્ને સાધુને જોઇ વૈર ઉલ્લસિત થતાં સાધુને બાણ માર્યું તે બાણના ઘાથી મુનિ તરત મરણ પામ્યા. ઇતિ છઠ્ઠો ભવ.
સાતમા ભવમાં મરુભૂતિનો જીવ મધ્યમ ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. મુનિઘાતના પાપથી ભિલ્લુ મરણ પામી સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ઇતિ સાતમો ભવ.
આઠમે ભવે મરુભૂતિનો જીવ મધ્યમ ત્રૈવેયકથી ચ્યવીને આ જંબુદ્વીપના મહાવિદેહમાં શુભંકરા વિજયમાં પુરાણપુર નગરમાં સુવર્ણબાહુ નામે ચક્રવર્તી થયો. તે ચક્રવર્તીએ તીર્થંકર પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લઇ વીંશસ્થાનક તપની સુંદર આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. કમઠનો જીવ સાતમી નરકમાંથી નીકળી વનમાં સિંહ થયો. કોઇ વખતે એ સિંહે ચક્રવર્તી મુનિને જોઇ પૂર્વ ભવના વૈરથી તે મુનિને મારી નાખ્યો. ઇતિ આઠમો ભવ.
નવમા ભવમાં શુભધ્યાનથી મરણ પામેલા એ સાધુ મરુભૂતિનો જીવ દશમા પ્રાણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને કમઠનો જીવ સિંહ સાધુને મારી મૃત્યુ પામી ચોથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ઇતિ નવમો ભવ.
દશમા ભવે દશમા દેવલોકમાંથી આવીને મરુભૂતિનો જીવ આ જંબૂટ્ટીપના ભરતક્ષેત્રની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામા દેવીના ઉદરમાં ચૌદસ્વપ્ન સૂચિત ઉત્પન્ન થયા. કમઠનો જીવ ચોથી નરકમાં અસહ્ય દુઃખો ભોગવી ત્યાંથી નીકળીને એક દરિદ્ર બ્રાહ્મણનો
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૭
૨૨૬
www.jaineeluraying