________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
વ્યાખ્યાન
44444444444444444444444
આવ્યો તેની ખબર મળતાં મરુભૂતિ પોતાના ભાઇ તાપસને ખમાવવા ગયો ત્યારે કમઠે વૈરને છે યાદ કરી તેના મસ્તક ઉપર મોટી શિલા મારી, એ મારથી મરુભૂતિ જે પાર્શ્વનાથનો જીવ તે ] મૃત્યુ પામ્યો. ઇતિ પ્રથમ ભવ.
બીજે ભવે મરુભૂતિ વિંધ્યાચળની અટવીમાં સુજાતક નામે હાથી થયો. અને કમઠ મરીને પક્ષીની જેમ ઉડતો એવો કર્કટ નામે સર્પ થયો, કોઇ વખતે અરવિંદ રાજર્ષિ વિંધ્યાચળની ઝું) અટવામાં આવ્યા. તેમણે મરુભૂતિને હાથી થયેલ જાણી ધર્મોપદેશ દીધો તેથી પ્રતિબોધ પામી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વભવ જોયો અને બારવ્રત સ્વીકાર્યા પછી તે હાથી મુનિને પગે લાગી ચાલ્યો ગયો. કટ સર્વે હાથીને જોયો અને વૈરભાવ ઉત્પન્ન થવાથી હાથીના મસ્તક ઉપર ડંખ માર્યો તેથી હાથી શુભ ધ્યાનથી મરણ પામ્યો ઇતિ બીજો ભવ.
મભૂતિનો જીવ ત્રીજે ભવે આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો અને કુર્કટ સર્પ મરીને પાંચમી નરકે નારકી થયો. ઇતિ ત્રીજો ભવ.
ચોથા ભવે મરુભૂતિનો જીવ દેવલોકથી એવી આ જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છવિજયમાં વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણિમાં તિલવતી નગરીમાં કિરણવેગ નામે રાજા થયો, વૈરાગ્ય પામી એ રાજાએ દીક્ષા લઇ અનુક્રમે વિચરતાં વૈતાઢય પર્વતના હૈમશૈલ શિખર ઉપર કાયોત્સર્ગ કર્યો. ત્યાં કમઠનો જીવ પાંચમી નરકનાં અસહ્ય દુ:ખ ભોગવી ત્યાંથી નીકળી એ જ
વૈતાઢય પર્વત ઉપર સર્પ થયો હતો તે ત્યાં આવ્યો, એ સર્વે મુનિને જોઇ પૂર્વના વૈરથી મુનિના કો E પગમાં ડંખ માર્યો. મુનિ તેથી શુભધ્યાને મરણ પામ્યા. ઇતિ ચોથો ભવ.
પાંચમે ભવે મરુભૂતિનો જીવ બારમા અશ્રુત દેવલોકમાં દેવ થયો અને તે કમઠનો જીવ સર્પ, Eી મુનિનો ઘાત કરી પાંચમી નરકે ગયો. ઇતિ પાંચમો ભવ.
૨૨૫
குருகுகுகுகுகுகுகுகுகுகு
For Personal Private Use Only