________________
કલ્પસૂત્ર
આંતરે આંતરે પ્રભુએ બાર ચાતુર્માસ કર્યો, રાજગૃહી નગરીની ઉત્તર દિશામાં નાલંદા નામના વ્યાખ્યાન પરામાં આંતરે આંતરે ચૌદ ચાતુર્માસ પ્રભુ રહ્યા, મિથિલા નગરીએ આંતરે આંતરે છ ચાતુર્માસ રહ્યા, ભદ્રિકાએ આંતરે આંતરે બે ચાતુર્માસ રહ્યા, આલંભિકામાં એક, શ્રાવસ્તીમાં એક, વજભૂમિમાં એટલે અનાર્ય દેશમાં એક ચાતુર્માસ પ્રભુ રહ્યા અને અંતિમ ચાતુર્માસ પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં હસ્તિપાલ રાજાના કારકુનની નહીં વપરાતી દાણ લેવાની જીર્ણ થયેલ શાળામાં રહ્યા. આ બધા વર્ષાકાળના ચાતુર્માસ બેંતાલીશ જાણવા. છબસ્થપણાના બાર અને કેવળીપણાના 5) - ત્રીશ એમ બેંતાલીશ ચાતુર્માસ જાણવા.
પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં હસ્તિપાલ રાજાના કારકુનની શાળામાં અંતિમ ચાતુર્માસ કરવા આવ્યા તે ચાતુર્માસનો જે આ ચોથો માસ અને સાતમું પખવાડિયું એટલે કાર્તિક માસનો કૃષ્ણ પક્ષ, તે પક્ષના પંદરમા દિવસે એટલે કાર્તિક કૃષ્ણ અમાવાસ્યાના દિવસે રાત્રિના છેલ્લા પ્રહરમાં શ્રમણભગવાન શ્રી મહાવીર પ્રભુ કાળધર્મ પામ્યા. સંસારનો પાર પામ્યા, કાયસ્થિતિ અને ભવસ્થિતિની જાળથી છૂટયા, સંસારમાં ફરી ન આવવું પડે તે રીતે ઉચ્ચ સ્થાન મોક્ષમાં ચાલ્યા ગયા. જન્મ, જરા, મરણના બંધનને છેદનારા થયા, પરમાર્થને સાધનારા થયા, તત્ત્વાર્થને ક જાણનારા થયા, પ્રભુ સિદ્ધ થયા, બુધ્ધ થયા, ભવોપગ્રાહિ કર્મોથી મુક્ત થયા, સર્વ દુઃખોનો નાશ ક કરનારા થયા, પરિનિર્વાણ પામ્યા, શરીર અને મનના સર્વ દુ:ખોથી મુક્ત થયા. પ્રભુ જ્યારે કાળધર્મ પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, કાર્તિક માસનું પ્રતિવર્ધન નામ હતું, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેશ્ય નામે તે દિવસે હતો, જેને વિસમ નામે પણ ગ્રી ઓળખાવાય છે. દેવાનંદા નામની તે અમાસની રાત્રિ હતી, જેનું બીજું નામ નિરઇ હતું, તે દિવસે જી અર્ચ નામનો લવ, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિધ્ધ નામનો સ્ટોક હતો, નાગ નામનું કરણ હતું, HD સર્વાર્થસિધ્ધ નામનું મુહૂર્ત હતું, એ સમયે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાયસ્થિતિ અને ભવસ્થિતિ ક્ષય કરીને કાળધર્મ પામ્યા. સંસારથી
4444 A444
47476 447555445454
છે ૨૧૬
Join Education international
wwwbrary
For Personal Private Use Only