________________
F
કલ્પસૂત્ર
દ
યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. જે રાત્રિમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન મૈં યાવત્ સર્વ દુઃખોથી રહિત બન્યા તે રાત્રિ દેવદેવીઓના સ્વર્ગમાંથી આવવાથી અને પાછા ૐ સ્વર્ગમાં જવાથી એ રીતે ચાલુ આવાગમન રહેવાથી પ્રકાશમય થઇ, તેમજ એ દેવદેવીઓના કોલાહલવાળી થઇ, વળી તે રાતે પ્રભુના ગૌતમ ગોત્રવાળા ઇન્દ્રભૂતિ નામના મુખ્ય શિષ્યને જ્ઞાતવંશીય પ્રભુ શ્રી મહાવીર પ્રભુ ઉપરથી પ્રેમ બંધન તૂટી જતાં અનંત વસ્તુને પ્રગટ રીતે જણાવનાર અનુપમ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં. તે વૃત્તાંત આ પ્રમાણે છે.
શ્રી વીર પ્રભુએ પોતાના ઉપર પ્રશસ્ત અનન્ય રાગ ધરાવનાર ગૌતમ ઇન્દ્રભૂતિને પોતાના અંત સમયે અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા હતા. તેઓ દેવશર્માને પ્રતિબોધી પાછા વળ્યા ત્યારે માર્ગમાં જ જતા આવતા દેવો ૐ પાસેથી પ્રભુ મોક્ષે ગયા જાણીને વજ્રથી હણાયા હોય તેમ આઘાત અનુભવી મૂર્છા પામી ઢળી
પડયા. પછી ક્ષણવારમાં સાવધાન થઇ કહેવા લાગ્યા કે,
હે વીર ! મને મૂકીને આપ ક્યાં ચાલ્યા ગયા ? આપના વિના જગતમાં મિથ્યાત્વરૂપ અંધકાર ફેલાવા લાગશે. કુતીર્થીઓ રૂપ ઘુવડો ગર્જારવ કરતા જગતમાં ફરવા લાગશે. દુષ્કાળ, મરકી અને
હે
વૈરાદિક રાક્ષસો ફરતા થઇ જશે. હે પ્રભુ ! આપ વિના આજે આ ભરતક્ષેત્ર રાહુએ ગ્રસ્ત કરેલા ચંદ્રની પેઠે નિસ્તેજ લાગે છે. હે વીર ! હું હવે કોના ચરણ કમલમાં મસ્તક નમાવી પ્રશ્ન પૂછીશ ? હે વિભુ ! હવે હું કોને હે ભગવંત ! એ શબ્દથી સંબોધીશ ? હે પ્રભુ હવે મને કે ગૌતમ ! એમ કહીને કોણ બોલાવશે ? હા હા હે વીર ! આપે આ શું કર્યું ? જે આવા સમયે જ મને આપનાથી દૂર કર્યો ? હે વીર ! આપને શું એમ લાગ્યું કે ગૌતમ મને એક બાળકની જેમ આડો પડશે, અથવા મારો છેડો પકડશે ? હે પ્રભુ ! શું હું આપના કેવળજ્ઞાનમાંથી ભાગ લેત ? હે પ્રભુ ! જો મને આપ સાથે તેડી જાત તો શું મોક્ષમાં સંકડાશ થાત ? હે પ્રભુ ! આપ મને મૂકીને ચાલ્યા ગયા તો શું હું આપને ભારે પડત ? હે દેવ ! આપના ચૌદ હજાર શિષ્યોમાં મને અગ્રપદે સ્થાપી ૨૧૭
LE
Jain Education International
For Personal & Private Use Only
1
www.jainelibrary.org