________________
કલ્પસૂત્ર
FGGER BEG
Jain Education International
પુરુષનો મહિમા બતાવ્યો છે. પરંતુ એ પદથી કર્મનો અભાવ બતાવ્યો નથી કેમ કે - જલે વિષ્ણુ : સ્થલે વિષ્ણુ : વિષ્ણુ : પર્વત મસ્તકે સર્વ ભૂતમયો વિષ્ણુસ્તસ્માદ્વિષ્ણુમયં જગત્ ॥ ૧ ॥
જલમાં વિષ્ણુ, સ્થળમાં એટલે ભૂમિપર વિષ્ણુ, પર્વતની ટોચ ઉપર પણ વિષ્ણુ છે તથા વિષ્ણુ સર્વભૂત જીવમય છે. તેથી આ જગતજ વિષ્ણુમય છે. આ પદ્યથી વિષ્ણુનો મહિમા બતાવ્યો છે. પરંતુ એ પદ્યથી બીજી કોઇપણ વસ્તુનો અભાવ બતાવ્યો નથી. એવીજ રીતે “પુરુષ એવેદ સર્વ” એ વાક્યમાં પણ આત્માની સ્તુતિ કરાઇ છે. તેથી કર્મનો અભાવ માનવો નહીં. વળી તું માને છે કે અમૂર્ત આત્માને મૂર્તિમંત એવા કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ સંભવે ? એ પણ તારી માન્યતા બરાબર નથી. કારણ કે મૂર્તિમંત એવી બ્રાહ્મી જેવી ઔષધિઓથી તથા ઘી, દૂધ વગેરે સાત્વિક પદાર્થોથી અનુગ્રહ અને મદિરા વગેરે પદાર્થોથી ઉપઘાત, અમૂર્ત એવા જ્ઞાનને પ્રત્યક્ષ થતો જોવાય છે તેથી અમૂર્ત એટલે અરૂપી એવા આત્માને મૂર્તિમંત એટલે કે રૂપી એવા કર્મથી અનુગ્રહ અને ઉપઘાત પણ થઇ શકે છે, વળી કર્મ વિના એક સુખી, એક દુ:ખી, એક શેઠ, એક નોકર, એક રાજા, બીજો રંક, વગેરે પ્રત્યક્ષ દેખાતું વિવિધપણું જગતમાં કેમ સંભવે ? વગેરે વીર પ્રભુનાં અમૃતમય વચનોથી પોતાનો સંશય નાશ પામવાથી અગ્નિભૂતિનું અભિમાન દૂર થઇ ગયું. તે વિનીત ભાવે નમી પડયો અને વીર પ્રભુ પાસે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે દીક્ષા લઇ શિષ્ય થયો અને પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ દ્વિતીય
ગણધર || ૨ ||
FEBR
For Personal & Private Use Only
વ્યાખ્યાન
દ
હવે વાયુભૂતિએ, ઇન્દ્રભૂતિએ અને અગ્નિભૂતિએ પોતાના પરિવાર સાથે સંયમ ગ્રહણ કર્યું એમ સાંભળીને, જેમના શિષ્ય મારા ભાઇ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ થયા છે તે મને પણ પૂજ્ય છે, હું પણ તેમની પાસે જઇ મારા સંશયનું સમાધાન કરી લઉં એવો વિચાર કર્યો. પછી તે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો ત્યારે વીર પ્રભુએ કહ્યું કે, “હે ) ૨૦૮
www.jainsonryocarp