________________
કલ્પસૂત્ર
FFEE
‘‘વિગમેઇવા’” ‘વેઇવા' એ ત્રિપદી આપી તેનો વિનીત ભાવે સ્વીકાર કરી ઇન્દ્રભૂતિએ તરતજ દ્વાદશાંગીની રચના કરી. ઇતિ પ્રથમ ગણધર || ૧ ||
Jain Education International
હવે ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધી એ વાત સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે અગ્નિ શીતળ થઇ જાય, પવન સ્થિર થઇ જાય, પત્થરનો પર્વત પીગળી જાય, હિમનો સમૂહ સળગી જાય, તે કદાચ સંભવે પણ મારો ભાઇ ઇન્દ્રભૂતિ હારી જાય એ સંભવે જ નહીં. આ વિચારતા અગ્નિભૂતિએ સમવસરણમાંથી પાછા ફરેલા લોકોના મુખે ભાઇએ દીક્ષા લીધી જાણીને અભિમાનથી વિચાર્યું કે હું ત્યાં શીઘ્રતાએ જઇને મારા મોટા ભાઇને તે ધૂતારાને હરાવીને છોડાવી આવું. આવો નિર્ણય કરી તે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે ઉતાવળો ઉતાવળો સમવસરણમાં આવ્યો. ત્યારે વીરપ્રભુએ તેના ચિત્તમાં રહેલ સંદેહને પ્રગટ કરતાં કહ્યું કે, “હે અગ્નિભૂતિ ! તને કર્મ છે કે નહીં ? એવો સંદેહ છે અને તે વેદના પદોથીજ થયો છે, તું એ વેદના પદોનો અર્થ બરાબર સમજ્યો નથી. ‘પુરુષ એવેદંગ્નિસર્વંયભૂત યચ્ચભાવ્યમ્'' ઇત્યાદિ વેદપદથી તું જાણે છે કે જે થઇ ગયું છે અને થવાનું છે એ સર્વ આત્માજ છે એટલે એ વેદપદથી જે આ મનુષ્ય, દેવતા, તિર્યંચ, પર્વત, પૃથ્વી વગેરે નજરે પડે છે તે સર્વ આત્માજ છે તેથી કર્મ જેવી કોઇ વસ્તુજ નથી. કારણ કે અમૂર્ત એવા આત્માને મૂર્તિમંત (રૂપી) એવા કર્મથી અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે ? જેમ એવા આકાશને મૂર્ત એવા ચંદનનું વિલેપન થતું નથી અને મૂર્ત એવા શસ્રથી પણ ખંડિત કરી શકાતું નથી તેમ અમૂર્ત એવા આત્માનો મૂર્તિમંત એવા કર્મથી ઉપકાર કે અપકાર થઇ શકેજ ૐ નહીં. માટે કર્મ જેવી કોઇ વસ્તુજ નથી એમ તું માને છે તે બરાબર નથી. કારણ કે, વેદપદો
જુહુયાત્’
ત્રણ પ્રકારના છે. કેટલાક વિધિ બતાંવનારા વેદપદો છે. જેમકે “સ્વર્ગકામો અગ્નિહોત્ર સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવું જોઇએ. તેમજ કેટલાક વેદપદો અનુવાદ દર્શાવનારાં છે ૢ જેમ કે “દ્વાદશમાસા: સંવત્સર :” બાર માસનું એક વર્ષ થાય. તથા કેટલાક વેદપદો સ્તુતિ H દર્શાવનારાં છે જેમ કે પુરૂષ એવ ઇદં સર્વ” આ વિશ્વ પુરુષરૂપ છે. એ ઉ૫૨ કહેલ પદથી
RE
For Personal & Private Use Only
વ્યાખ્યાન દુ
૨૦૭
www.jainalarary.cfg