________________
કલ્પસૂત્ર
Y
Jain Education International
નથી ચંદ્રમાં તો કલંક છે, તેમ સૂર્ય પણ નથી સૂર્ય તો તીવ્ર તેજવાળો હોવાથી તેની સામે જોઇ પણ શકાતું નથી, તેમ આ મેરુ પણ નથી મેરુ તો અતિશય કઠણ છે, વળી આ કૃષ્ણ નથી કૃષ્ણ તો શ્યામ વર્ણના છે. તો એ બ્રહ્મા પણ નથી બ્રહ્મા તો વૃદ્ધ છે. તેમ કામદેવ પણ નથી, કામદેવ ( તો શરીર વિનાના છે. ‘“હા, હવે જાણ્યું એ તો સકલ દોષરહિત સર્વગુણસંપન્ન એવા તીર્થંકર છે.’’ હવે મારાથી આ ત્રણ લોકના નાથ કેમ જીતાય ? મેં મેળવેલી કીર્તિ હવે શી રીતે રહેશે ? એક ખીલીને માટે આખા મહેલને તોડવા જેવી મેં મૂર્ખાઇ કરી છે, એકને ન જીત્યો તો તેથી મારૂં શું બગડવાનું હતું ? હવે જગત વિજેતા તરીકેનું મારૂં બિરૂદ કેમ રહેશે ? અરે, મેં અવિચાર્યું કાર્ય કરેલ છે જે હું વિશ્વના ઇશને જીતવા અહીં આવેલ છું. હવે એમની સમક્ષ હું કેમ બોલી શકીશ ? એમની પાસે કેવી રીતે જઇને ઉભો રહીશ ? અરે, હું સંકટમાં આવી ગયો છું, મારા યશનું હવે શંકર રક્ષણ કરો. જો હું કોઇ ભાગ્યયોગથી આમને પણ જીતી જાઉં તો હું ત્રણે જગતમાં અદ્વિતીય વિદ્વાન ગણાઉં, આવું ચિંતવતા ઇન્દ્રભૂતિને અમૃત જેવી મધુર વાણીથી પ્રભુએ હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તું ભલે આવ્યો, કુશળતાથી તો આવ્યો છે ને ? એ રીતે બોલાવ્યો. તે સાંભળી પોતાના ગોત્રસહિત નામથી બોલાવે છે તેથી શું એ મારૂં નામ અને ગોત્ર પણ જાણે છે ? વળી એને થયું કે અરે, ત્રણ જગતમાં પ્રસિદ્ધ એવા મારા નામને કોણ ન જાણે ? સૂર્યને બધા ઓળખે એમાં નવાઇ શી ? પરંતુ જો આ મારા મનના સંદેહને જાણે તો હું એમને ખા સર્વજ્ઞ માનું.
ઇન્દ્રભૂતિ વિચારે છે એટલામાં વીરપ્રભુએ કહ્યું કે હે ઇન્દ્રભૂતિ ! તને શું જીવનો સંશય છે ? તું શું વેદના પદનો અર્થ નથી જાણતો ? એમ કહીંને જાણે સમુદ્રમંથનનો કે ગંગાનદીના પૂરનો ગંભીર ધ્વનિ થતો હોય એવા ગંભીર ધ્વનિવાળા સ્વરથી પ્રભુએ કહ્યું કે ‘‘વિજ્ઞાનધન એવૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્થાય તાન્યેવાનુ વિનશ્યતિ ન પ્રેત્ય સંજ્ઞાઽસ્તિઇતિ'' હે ઇન્દ્રભૂતિ ! તું પ્રથમ આ વેદ પદોનો એવો અર્થ કરે છે કે, “વિજ્ઞાનધન એટલે ગમનાગમન ચેષ્ટાવાળો આત્મા, જેમ
For Personal & Private Use Only
વ્યાખ્યાન
દ
૨૦૫
www.jainalarary.cfg