________________
કલ્પસૂત્ર
5444444444444ழுழுழுழுழுழு
કાળા સર્પને પાદપ્રહાર કરવા તૈયાર થયો છે, અથવા તો ઉંદર પોતાના દાંતો વડે બિલાડાના દાંતો તોડવા દોડી આવ્યો છે. આ તો બળદ પોતાના શિંગડાથી ઐરાવણ હાથીને મારવા તૈયાર થયો છે, અથવા હાથી દાંતો વડે મેરુપર્વતને પાડવા તૈયાર થયો છે. “અરે, આ તો સસલો
ન કેસરીસિંહની કેશવાળીને કાપવાની તૈયારી કરી રહેલ છે. મારી સમીપમાં પોતાનું સર્વજ્ઞપણ ન F) પ્રસિધ્ધ કરનાર એણે શેષનાગના મસ્તક ઉપરથી મણિ લેવાની તૈયારી કરી છે, એણે પવનની સામે રહીને દાવાનળ સળગાવ્યો છે. હું હમણાંજ ત્યાં જઇ તેને બોલતો પણ બંધ કરી દઇશ, જ્યાં સુધી સૂર્ય ઉગતો નથી ત્યાં સુધી જ ખઘોત કે ચંદ્ર પ્રકાશ કરી શકે છે, જ્યાં સુધી કેસરીસિંહની ગર્જનાઓ કાને ન આવે ત્યાં સુધીજ મદોન્મત્ત હાથીઓ, ઘોડાઓ, હરણીયાઓ વગેરે આનંદ અનુભવી શકે છે. મારા ભાગ્યથીજ આવો વાદી મને પ્રાપ્ત થયેલ છે, તેની સાથે વાદ કરી મારી જીભની ખરજને આજે હું દૂર કરીશ. લક્ષણ શાસ્ત્રમાં હું નિપુણ છું, સાહિત્યમાં મારી ગતિ અસ્ખલિત છે, તર્કશાસ્ત્રમાં મને કોઇ ઓળંગી શકે તેમ નથી, મેં કયા શાસ્ત્રોમાં પરિશ્રમ નથી કરેલ ? યમને માલવ દેશ ક્યાં દૂર છે ? વચન સિધ્ધને શું સિધ્ધ નથી ? રસ શાસ્ત્રના જાણકા૨ને ક્યો રસ અજાણ્યો હોય ? ચક્રવર્તીને શું અજેય હોય ? વજ્રને ન ભેદાય એવું શું હોય ? મહાત્માને ન સધાય એવું શું હોય ? ભૂખ્યાને ન ખવાય એવું શું હોય ? ખલ પુરુષને ન બોલવા યોગ્ય એવું શું હોય ? કલ્પવૃક્ષને ન દેવા યોગ્ય શું હોય ? વૈરાગીને ન ત્યજવા યોગ્ય ૐ શું હોય ? અને મને ન જીતવા જેવું શું છે ? તો પછી હું ત્યાં જાઉં, એનું પરાક્રમ જોઉં અને એને પરાજિત કરૂં, એમ કરવાથી હું ત્રિલોક વિજેતા કહેવાઇશ.
Jain Education International
એ રીતે વિચાર કરતો ઇન્દ્રભૂતિ પ્રભુ જ્યાં બિરાજમાન હતા ત્યાં આવીને સમવસરણના પગથિયાં ચઢતો છતો વીરપ્રભુને ચોત્રીશ અતિશયોથી શોભતા, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, દેવમનુષ્યોથી પરિવરેલ, અમૃત જેવી વાણીથી ઉપદેશ આપતા જોઇને સ્તબ્ધ થઇ જાય છે, અને વિચારે છે ‘શું આ બ્રહ્મા છે કે વિષ્ણુ છે કે શંકર છે ?’’ અથવા તો ચંદ્ર છે ! ના એ ચંદ્ર તો
For Personal & Private Use Only
திமு
વ્યાખ્યાન
E
૨૦૪
www.jainslturary.cfg