________________
કલ્પસ
54 40 41 4i Sad
કહ્યું કે એક તુચ્છસ્થિતિના વાદીને જીતવા આપે શા માટે પ્રયાસ કરવો, કમળને ઉખેડવા ઐરાવણ વ્યાખ્યાન
હાથીને ન લવાય, મને રજા આપો તો હું ક્ષણવારમાં તેમને જીતી આવું. ઇન્દ્રભૂતિએ કહ્યું કે શું $એ વાદીને તો મારો એક નાનો શિષ્ય પણ જીતી શકે એમ છે પરંતુ વાદીનું નામ સાંભળીને 50
હું પોતેજ રહી શકતો નથી. જેમ તલને પોલતાં કોઈ તલ રહી જાય, અનાજને દળતાં કોઈ દાણો રહી જાય, તૃણોને ઉખેડતાં કોઈ તણખલું રહી જાય, અગત્યને સમુદ્ર પી જતાં કોઈ ખાબોચિયું રહી જાય, અને ફોતરાંઓ ઉતારતાં કોઇ ફોતરાવાળો દાણો રહી જાય તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં આ વાદી રહી ગયો લાગે છે. સર્વજ્ઞ તરીકેનો ખોટો આડંબર કરનાર આ વાદીને જીત્યા વિના હું રહી શકે તેમ નથી. એ એક ન જીતાય તો જગત જીત્યું કહેવાય નહીં. સતી સ્ત્રીનું એકવાર શીલ ખંડિત થાય તો તે સતી કહેવાય નહીં, મેં હજારો વાદીઓને જીત્યા છે અને હવે આ એકને ન જતું તો જગતમાં મેળવેલ મારો યશ ચાલ્યો જાય, અલ્પ પણ શલ્ય શરીરમાં રહી જાય તો તે પ્રાણોને હરનારું થાય છે. વહાણમાં એક છિદ્ર પણ રહી જાય તો તે વહાણને ડુબાડનારું થાય છે. વગેરે વિચાર કરતા ઇન્દ્રભૂતિએ શરીરે બાર સ્થાને તિલક કર્યા, પિતાંબર પહેરીને સોનાની જનોઈ પહેરી, પછી કેટલાક શિષ્યો હાથમાં પુસ્તકો લેતા હતા,
કેટલાક કમંડલું ઉપાડતા હતા, કેટલાક દર્ભ ગ્રહણ કરતા હતા, એવા એવા શિષ્યોથી સરસ્વતી Fો કંઠાભરણ ! વાદવિજયલક્ષ્મીશરણ ! વાદીમદગંજન ! વાદીમુખભજંન ! વાદીગજસિંહ ! HD
વાદીસિંહ અષ્ટાપદ ! વાદવિજયવિશારદ ! વાદીર્વાદભૂમિપાલ ! વાદીશીર્ષકાલ ! વાદીકદલી કપાણ ! વાદીતમોભાણ ! વાદીગોધૂમધરટ્ટ ! મર્દિતવાદીમરટ્ટ ! વાદીઘટ્ટ મુદુગર ! વાદીકંસકહાન ! વાદીહરણહરે ! વાદીજવરધવંતરે ! વાદીયૂથમલ્લ ! વાદીહૃદયશલ્ય ! વાદીગણજીપકવાદીશલભદીપક ! વાદીચક્રચૂડામણે ! પંડિતશિરોમણે ! વિજિતાનેકવાદ ! સરસ્વતીલબ્ધપ્રસાદ ! ઈત્યાદિ બિરૂદાવલીઓથી દિશાઓને પણ ગજાવી મૂકતા એવા પાંચસો શિષ્યોથી પરિવરેલ ઇન્દ્રભૂતિ શ્રી વીરપ્રભુ પાસે જતાં વિચારવા લાગ્યો કે, “અરે, આ દુષ્ટ પાપીએ આ શું કર્યું, એણે સર્વજ્ઞ તરીકે પોતાને જાહેર કરીને મને કોપાવ્યો છે. આ તો દેડકો , ૨૦૩
4055555555555555555 55 55
LSLLEICHT
in Education international
For Personal Private Lise Only
w
elbrary.org