________________
કલ્પસૂત્ર
નહીં પામનારા થયા. મેરુ પર્વતની જેમ અનુકૂળ અને પ્રતિકૂળ એવા ઉપસર્ગો રૂપ મહાવાયુથી વ્યાખ્યાન નહીં કંપાયમાન એવા નિશ્ચલ થયા, પ્રભુ સમુદ્રની જેવા ગંભીર થયા. ચંદ્ર જેવા શીતલ લેશ્યાવાળા થયા. સૂર્યના જેવા શરીરની કાંતિવાળા અને આત્મિકજ્ઞાન વડે દેદીપ્યમાન તેજવાળા થયા, તપાવેલા જાતિવંત કુંદન નામના સુવર્ણ જેવા મનોહર સ્વરૂપવાળા થયા તથા પ્રભુ પૃથ્વીની જેમ શીત-ઉષ્ણ અનુકૂળ અને પ્રતિકૂળ એવા સર્વ પ્રકારના સ્પર્શોને સહન કરનારા થયા. ઘી કા
વેગેરેથી અત્યંત દીપ્ત થયેલ અગ્નિની જેમ જ્ઞાન અને તપરૂપ તેજથી અત્યંત દેદીપ્યમાન થયા, 2 વળી તે પ્રભુને કોઇપણ ઠેકાણે પ્રતિબંધ થાય તેમ ન હતું, એ પ્રતિબંધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને 2
ભાવથી એમ ચાર પ્રકારનો કહેલ છે. તેમાં દ્રવ્યથી સ્ત્રી, પુત્ર, માતા પિતાનો પ્રતિબંધ સચિત્ત
જાણવો, તથા ધન, ઘર, ક્ષેત્ર, વાડી આભૂષણાદિકનો પ્રતિબંધ અચિત્ત જાણવો. અને શણગારેલા (F) સ્ત્રી પુત્રાદિકનો પ્રતિબંધ મિશ્ર જાણવો. એ પ્રમાણેના સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોમાં પ્રભુને
બંધાવાપણું રહ્યું ન હતું. ક્ષેત્રથી ગ્રામ, નગર, અરણ્ય, ક્ષેત્ર, ખળા, ઘર, ઘરના આંગણા કે આકાશમાં એમ કોઇપણ સ્થાનમાં પ્રભુને બંધાવાપણું રહ્યું ન હતું. કાળથી અત્યંત સૂક્ષ્મ કાળ રૂપ ક સમય, અસંખ્યાત સમયરૂપ આવલિકા, શ્વાસોશ્વાસ પ્રમાણકાળ, સાત શ્વાસોશ્વાસ પ્રમાણ એક સ્ટોક એટલે ઘડીના છઠ્ઠા ભાગરૂપ ક્ષણ, સાત સ્તોક પ્રમાણ લવ, સિત્તોતેર લવ પ્રમાણ એક મુહૂર્ત, દિવસ, રાત્રિ, પખવાડિયું, માસ, ઋતુ, અયન, વર્ષ તથા યુગ, પૂર્વાગ પૂર્વ વગેરે કહેલા
બધા પ્રકારના કાળનું પ્રભુને સૂક્ષ્મ કે બાદર બંધન રહ્યું ન હતું. ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, , F) ભય, હાસ્ય, રાગદ્વેષ, કલહ, જુઠું કલંક દેવું અથવા ખોટાદોષ પ્રગટ કરવા રૂપ અભ્યાખ્યાન, ગુપ્ત -
રીતે જુઠા દોષો પ્રગટ કરવા રૂપ પૈશુન્ય, જુદી જુદી રીતે પરના ગુણો અને દોષો પ્રગટ કરવા કે રૂપ પર પરિવાદ, મનને પ્રીત કરાવનારી રતિ, અને મનને ઉગ કરાવનારી અરતિ, કપટથી પરને ઠગવા માટે અસત્ય બોલવા રૂપ માયામૃષાવાદ, અને સર્વદુ:ખોના કારણ રૂપ હોવાથી શલ્યસમાન મિથ્યાત્વશલ્યને વિષે, એ ઉપર કહેલા બધા સ્થાનકોને વિષે ભાવથી પ્રભુને કોઈપણ શું
૧૯૬
AGG4641 442 44 46 444444
4444444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org