________________
કલ્પસૂત્ર
GFGGF GF
શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ અણગાર થયા તે કેવી રીતના અણગાર થયા તે અહીં કહેવાય છે. પ્રભુએ અણગાર થઇને હાલવા ચાલવામાં કોઇપણ જીવને જરા પણ દુઃખ ન થાય તે રીતે ઇરિયા સમિતિ પાળી, તથા ભાષા ઉપર પૂરો સંયમ રાખી ભાષા સમિતિ પાળી, તેમજ બેંતાલીશ દોષરહિત ભિક્ષા ગ્રહણ કરવાનો ઉપયોગ રાખી એષણા સમિતિ પાળી, વળી
આદાનભંડમાત્રનિક્ષેપણ સમિતિ અને ઉચ્ચાર પાસવણ ખેલ જલ પારિષ્ઠાપનિકા સમિતિ પણ સારી રીતે પાળી. પ્રભુને ઉપકરણો અને શ્લેષ્મ વગેરે હોતાં નથી તેથી પાંચ સમિતિઓમાં છેલ્લી
બે સમિતિઓનો લગભગ અસંભવ હોય છે. છતાં અખંડિત સૂત્રપાઠ રાખવા આ બે સમિતિઓને પણ અહીં કહેલ છે. પ્રભુ પાંચ સમિતિઓની ઉત્તમ પ્રવૃત્તિવાળા થયા અને મનગુપ્તિ, વચનગુપ્તિ મૈં અને કાયગુપ્તિવાળા થયા, તથા ગુપ્ત અને ગુપ્ત ઈન્દ્રિયોવાળા, નવવાડસહિત બ્રહ્મચર્યને ધારણ કરનારા, તેમજ ક્રોધવનાના, માનવિનાના, માયાવિનાના અને લોભવિનાના થયા, તથા મનોવૃત્તિથી શાન્ત થયા, બાહ્યવૃત્તિથી વિશેષ શાન્ત થયા, તથા આંતર અને બાહ્ય એમ બન્ને વૃત્તિથી અત્યંત પ્રશાંત થયા, વળી પ્રભુ સર્વ પ્રકારના સંતાપથી રહિત થયા. પાપકર્મના બંધ રહિત થયા, મમતા રહિત થયા, વ્યાદિક પરિગ્રહથી રહિત થયા, સુવર્ણાદિકની ગાંઠ વિનાના થયા. કર્મલેપ વિનાના થયા. વળી પ્રભુ પાણીથી નહીં ભીંજાતા કાંસાંના વાસણની જેમ સ્નેહ વિનાના થયા, તથા પ્રભુ શંખની જેમ રાગાદિ અંજનથી રહિત થયા, જીવની પેઠે કોઇપણ ઠેકાણે જરાપણ સ્ખલના નહીં પામનારી ગતિવાળા થયા, આકાશની જેમ કોઇનો પણ આધાર નહીં લેનારા થયા, વાયુની જેમ પ્રતિબંધ વિનાના થયા. શરદઋતુના પાણીની જેમ નિર્મળ હૃદયવાળા થયા, કમળપત્રની પેઠે નિરુપલેપ થયા. કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય થયા, ગેંડાના એક શીંગડાની જેમ રાગાદિ રહિત પણે એકલા વિચરનારા થયા. પ્રભુ પક્ષીની જેમ પરિગ્રહ રહિત અથવા ( અનિયત નિવાસવાળા થયા. ભારંડ પક્ષીની જેમ પ્રમાદ વિનાના થયા, હાથીની જેમ મહાશૂરવીર થયા, વૃષભની પેઠે વ્રતરૂપ ભાર ઉપાડવામાં સમર્થ થયા. સિંહની જેમ પરિષહ વગેરેથી પરાભવ
Jain Education International
For Personal & Private Use Only
குகு
વ્યાખ્યાન
ξ
૧૯૫
www.jainalarary.cfg