________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
પ્રતિમા ધ્યાને ઉભા રહ્યા, ત્યારે એક ગોવાળ પોતાના બળદો પ્રભુ પાસે મૂકીને ગામમાં ગયો. પોતાનું કામ પતાવીને પાછો ત્યાં આવીને બળદોને ત્યાં ન જોવાથી “હે દેવાર્ય ! મારા બળદો ક્યાં છે? એમ પ્રભુને પૂછવા લાગ્યો, પ્રભુ તો મૌનપણે ધ્યાનમાંજ રહ્યા, તેથી અત્યંત ક્રોધિત થયેલ તે ગોવાળે પ્રભુના બન્ને કાનમાં લાકડાના બે ખીલા એવી રીતે હથોડાથી ઠોકી દીધા કે તે બન્ને બાજુથી કાનમાં ગયેલા તે બે ખીલાની અણીઓ એકબીજાને અડી ગઈ અને કાન બહાર રહેલ ખીલાના ભાગને તે ગોવાળે કાપી નાંખ્યા જેથી કોઈ પકડીને ખીલા બહાર ખેંચી ન શકે. આવો ઘોર ઉપસર્ગ પણ પ્રભુએ ખૂબજ સમતાભાવે સહન કરવા માંડયો. કાનમાં ખીલા ઠોકાય એવું કર્મ પ્રભુએ ત્રિપૂષ્ટ વાસુદેવના ભવે શવ્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવીને બાંધેલ હતું તે કર્મ મહાવીરના ભવમાં ઉદયમાં આવ્યું. તે જ શય્યપાલક ઘણા ભવ ભમીને આ ગોવાળ થયો હતો. પ્રભુ ત્યાંથી મધ્યમ અપાપા નગરીએ આવ્યા ત્યાં સિધ્ધાર્થ વણિકને ઘરે ભિક્ષાર્થે ગયેલા પ્રભુને ત્યાં બેઠેલા તે વણિકના મિત્ર ખરક વૈધે જોયા. વૈદ્યને પ્રભુનું શરીર શલ્ય સહિત લાગ્યું, તેથી તે વૈદ્ય સિધ્ધાર્થ વણિકને સાથે લઈને જ્યાં પ્રભુ કાઉસગ્ગ ધ્યાને ઉભા હતા ત્યાં પહોંચી તપાસ કરીને કાનમાં શલ્ય જાણી સાણસીઓથી પ્રભુના કાનોમાંથી બન્ને ખીલા ખેંચી લીધા. તે વખતે પ્રભુથી એવી ચીસ નીકળી ગઈ કે જેથી આખું ઉદ્યાન ખળભળી ઊઠયું. તે સ્થાને લોકોએ દેવમંદિર બંધાવ્યું. પ્રભુને સંરોહિણી ઔષધિથી સારા કરી વૈદ્ય અને સિધ્ધાર્થ વણિક વંદન કરીને પોતાને સ્થાને ગયા. વૈદ્ય અને સિધ્ધાર્થ વણિક અનુક્રમે મરણ પામ્યા બાદ દેવલોકમાં દેવ થયા અને ગોવાળીયો મરીને સાતમી નરકમાં ગયો. પ્રભુના ઉપસર્ગોની શરૂઆત અને સમાપ્તિ પણ ગોવાળીઆથીજ થઇ. પ્રભુને થયેલ ઉપસર્ગોમાં કટપૂતના વ્યંતરીએ શીતોપસર્ગ કરેલ તે જઘન્યોમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ જાણવો. સંગમદેવે માથામાં મારેલ કાલચક્રનો ઉપસર્ગ મધ્યમોમાં
ઉત્કૃષ્ટ જાણવો અને કાનમાંથી ખીલા ખેંચવાનો ઉપસર્ગ ઉત્કૃષ્ટોમાં ઉત્કૃષ્ટ જાણવો. એ બધા છે ઉપસર્ગો શ્રી વીરપ્રભુએ શાન્તિ, સમતા અને નિશ્ચલતાપૂર્વક સમ્યફ રીતે સહન કર્યા.
GGGGGGG
544 555444
F૧૯૪
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang