________________
કિલ્પસૂત્ર
A455 HE44444914 97 56 55 56
તેણે તેજોલેશ્યા સાધી લીધી. પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય કોઈ સાધુ દીક્ષા પાળી ન
વ્યાખ્યાન ૨ શકવાથી ગૃહસ્થ થયેલ તેમની પાસેથી ગોશાળો અષ્ટાંગ નિમિત્તનો અભ્યાસ કરી અષ્ટાંગ નિમિત્ત અને તેજલેશ્યાની પ્રાપ્તિથી પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવવા લાગ્યો.
પ્રભુએ દશમું ચાતુર્માસ શ્રાવસ્તી નગરીએ આવીને કર્યું. તેમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી. તપનું પારાણું નગરીની બહાર કર્યું. પછી વિચરતા પ્રભુ અનાર્ય લોકોની વસ્તીવાળી દઢ ભૂમિમાં આવ્યા, ત્યાં પેઢાલ ગામની બહાર પોલાસ ચૈત્યમાં અઠ્ઠમ તપ કરીને એક રાત્રિ પડિમા ધારીને રહ્યા. આ સમયે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કહ્યું કે “શ્રી વીરપ્રભુના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા માટે ત્રણ જગતમાં કોઇપણ સમર્થ નથી.” ઇન્દ્ર કરેલ વીરપ્રભુની આ પ્રશંસાને નહીં સહન કરનારા ત્યાં બેઠેલા સંગમ નામના દેવે કહ્યું કે હે દેવેન્દ્ર ! તમે કરેલ આ પ્રશંસા દેવોના અપમાન સ્વરૂપ છે. આ રીતે પ્રશંસા ન કરવી જોઇએ. હું તેને ક્ષણવારમાં ચલાયમાન કરી આવું છું. એ મનુષ્યનો શો ભાર છે કે તે દેવોથી ચલિત ન થાય ? એમ કહી ક્રોધથી ધમધમતો સંગમદેવ પ્રભુ પાસે આવ્યો અને તેણે પ્રથમ એવી ધૂળની વૃષ્ટિ કરી કે તેથી પ્રભુના મુખ, નાક, કાન, આંખ વગેરે શરીરના અવયવો એવા પૂરાઈ ગયા કે જેથી પ્રભુજી શ્વાસોશ્વાસ લેવા પણ અસમર્થ થઈ ગયા. પછી વજમુખવાળી કીડીઓ વિકર્વી જે કીડીઓ પ્રભુના શરીરમાં એક બાજુથી જઈ બીજી બાજુથી નીકળવા લાગી તેથી પ્રભુનું શરીર ચાળણી જેવું તે દેવે કરી નાંખ્યું. પણ પ્રભુ મનથી ચલિત ન થયા, પછી વજ સમાન ડંખ દેનારા ડાંસ મચ્છરો ઉત્પન્ન ) કરી એવા ડંસ દેવરાવ્યા કે જેથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ સમાન લોહી નીકળવા લાગ્યું. ) પછી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલોથી આખા શરીરે ચટકાઓ દેવરાવી દુઃખ આપવા માંડ્યું પછી F વીંછીઓ વિકર્વી પ્રભુના શરીરમાં કઠોર ડંખ મારીને આખા શરીરને ભેદી નાંખ્યું. પછી વિકલા નોળિયાઓએ ઉગ્ર દાઢોથી પ્રભુના શરીરનું માંસ દોડી દોડીને તોડવા માંડ્યું, ત્યાર પછી વિફર્વેલા સર્પો દાઢો ભાંગી જાય તેટલા જોરથી ડખો મારવા લાગ્યા, પછી વિફર્વેલા ઉંદરોએ પ્રભુના
૧૮૮
164444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang