________________
કલ્પસૂત્ર
શરીરને કરડવા માંડ્યું, પછી વિકલા હાથીઓ પ્રભુને સૂંઢથી પકડી ઉછાળી દંતશૂળથી ઝીલી ) વ્યાખ્યાન દાંતોથી પ્રહાર કરી પગથી કચડવા લાગ્યા, પછી વિકુલી હાથણીઓએ પણ હાથીઓની જેમ પ્રહાર કરી પીડયા, પછી વિફર્વેલા પિશાચોએ અટ્ટહાસ્યાદિ ઘોર ઉપસર્ગો કરી પ્રભુને પડ્યા,
પછી વિદુર્વેલા વાઘોએ વજ જેવી દાઢોથી અને અત્યંત તીક્ષ્ણ નખોથી પ્રભુના શરીરને વિદારીને કિ અત્યંત પીડ્યા. પછી વિકર્વેલા સિધ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી વિલાપ કરતાં કહે છે કે છે, 2 પુત્ર ! તું અમને બચાવી લે. અમે તારા વિના કોઇથી બચી શકીએ તેમ નથી. આ રાક્ષસો અમને ?
બહુજ પીડી રહ્યા છે. અમને એમાંથી કોઈપણ રીતે છોડાવ, નહીં તો આ અમારા પ્રાણ લેશે વગેરેથી પ્રભુને પીડા આપી. પછી સેનાની વિકલી છાવણીના માણસોએ પ્રભુના પગોનો ચૂલો
બનાવી અગ્નિ સળગાવી ઉપર વાસણ રાખી ભાત વગેરે રાંધવા માંડી પ્રભુને પડયા. પછી F) વિકલા ચાંડાળોએ તીક્ષ્ણ ચાંચવાળાં પક્ષીઓનાં પાંજરાઓ પ્રભુનાં જંઘા, બાહુ, કાન વગેરે ; E અવયવોમાં લટકાવ્યાં. તેના પક્ષીઓએ પ્રભુના શરીરને તીક્ષ્ણ ચાંચ અને નખોના પ્રહારથી ટે
જર્જરિત કરી પીડડ્યા. પછી વિકલા પ્રચંડ પવનથી પ્રભુને ઉછાળી ઉછાળીને નીચે પટકીને પડયા. પછી વિફર્વેલા વંટોળિયા પવનથી પ્રભુને ચક્રની પેઠે જમાડીને પીડયા, પછી જેના માથે
પડવાથી મેરુપર્વતની ચૂલિકાનું પણ ચૂર્ણ થઈ જાય તેવું એક હજાર ભાર પ્રમાણનું ચક્ર વિફર્વી 1) પ્રભુ ઉપર તેનો જોરથી પ્રહાર કર્યો. તે ચક્રના પ્રહારથી પ્રભુ ઢીંચણ જેટલા જમીનમાં ગયા. પછી
પ્રભાત વિફર્વને હે દેવાર્ય ! ક્યાં સુધી ધ્યાનમાં રહેશો ? ક્યારથી પ્રભાત થઈ ગયેલ છે વગેરે કહ્યું પણ પ્રભુએ જ્ઞાનથી જાણ્યું કે હજી રાત્રિ બાકી છે એટલે સ્થિર જ રહ્યા. પછી અંતે તે સંગમદેવે દેવોની ઋદ્ધિ વિકર્વીને કહ્યું કે હે મહર્ષિ ! હું પ્રસન્ન થયો છું તમારા આ તપ ધ્યાનથી, માટે માગી લ્યો કહો તો સ્વર્ગ આપું અને કહો તો મોક્ષ આપી દઉં. આવું સાંભળ્યા છતાં પ્રભુ કાંઈ બોલ્યા નહિ. એટલે તે સંગમદેવે વિકેલી દેવાંગનાઓ ચલિત કરવા માટે અનેક અનેક
અનુકળ ઉપસર્ગો કરવા લાગી. પરંતુ પ્રતિકૂળ કે અનુકુળ એવા કોઈપણ ઉપસર્ગથી પ્રભુ જરા E પણ ચલાયમાન ન થયા. સંગમદેવે એકજ રાતમાં મોટા મોટા વીશ ઉપસર્ગો કરીને પ્રભુને હેરાન
AAG G48 G4 G44444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang