________________
કલ્પસૂત્ર
કહ્યું ફળશે. અને એના સાતે પુષ્પના જીવો મરીને તેની એક શીંગમાં તલ તરીકે ઉત્પન્ન થાશે. ગોશાળાએ એ વચનને ખોટું કરવા તે તલના છોડને ઉખેડીને ફેંકી દીધો. આ વખતે ત્યાં વૃષ્ટિ ન થઇ તેથી તે ભીંજાયેલી ભૂમિમાં ગાયની ખરથી તે છોડનું મૂળિયું ખેંચી ગયું અને તે છોડ તાજો ૐ થઇ ગયો. પ્રભુ કૂર્મગ્રામે ગયા ત્યાં વૈશ્યાયન તાપસે પોતાની જટા આતાપના ગ્રહણ કરવા માટે
છૂટી મૂકીને મધ્યાહ્ન સમયે સૂર્ય સામે દ્રષ્ટિ રાખીને આતાપના લેવાનું ચાલુ રાખેલ ત્યારે સૂર્યના તાપથી તેની જટામાંથી જૂઓ ખરવા માંડી. તે જૂઓને ઉપાડીને તે તાપસ પાછી જટામાં મૂકતો હતો. તે જોઇને ગોશાળો તાપસને યૂકાશય્યાતર કહીને ચીડાવવા માંડ્યો. તેથી ગુસ્સે થયેલા તે
ન તાપસે ગોશાળા ઉપર તેજોલેશ્યા મૂકી. પરંતુ કરુણાસમુદ્ર પ્રભુએ તેજોલેશ્યા સામે શીતલેશ્યા – મૂકવાથી તેજોલેશ્યા શમી ગઇ, તેથી ગોશાળો બચી ગયો. પ્રભુની અલૌકિક શક્તિ જોઇ તાપસ પ્રભુની ક્ષમા માંગી નમી પડયો.
આ તેજોલેશ્યા કેમ પ્રાપ્ત થાય ? એવા ગોશાળાના પ્રશ્નથી અવશ્ય ભાવીભાવના યોગથી સર્પને દૂધ પાવાની પેઠે અનર્થકારી એવી તેજોલેશ્યાની વિધિ સિદ્ધાર્થે કહી કે છમાસ સુધી નિરંતર મૈં તપ કરી સૂર્યની આતાપના લેતો છતો દરેક પારણે એક મૂઠી અડદના બાકડા તથા એક
અંજલિ પ્રમાણ ગરમ પાણીનો ઉપયોગ કરે તેને છમાસના તપને અંતે તેજોલેશ્યા પ્રાપ્ત થાય.
પછી ત્યાંથી સિધ્ધાર્થપુરે જતાં માર્ગમાં તે તલના છોડનો પ્રદેશ આવવાથી ગોશાળાએ કહ્યું તે તલનો છોડ ઊપજ્યો નથી તો તેની એક શીંગમાં સાત તલની વાત શી કરવી ? સિધ્ધાર્થે
ૐ કહ્યું તે જ આ તલનો છોડ છે અને તેની શીંગમાં સાત તલ થયેલ છે. ગોશાળાએ અવિશ્વાસ મૈં રાખીને તપાસ કરતાં તે જ છોડ જણાયો. પછી તેની શીંગને ફોડી જોઇ તો તેમાં સાત તલ જોયા. તેથી તેને થયું કે જે પ્રાણીઓ મરે છે તે જીવો તે જ શરીરમાં પાછા ઉત્પન્ન થાય છે. એથી તેણે પોતાના નિયતિવાદના સિધ્ધાંતને વધારે મજબૂત બનાવ્યો. ત્યાંથી ગોશાળો પ્રભુથી અલગ પડી ગયો અને શ્રાવસ્તી નગરીમાં એક કુંભારની શાળામાં રહી છ માસના છઢ તપ વગેરે વિધિથી
Jain Education International
For Personal & Private Use Only
વ્યાખ્યાન
દુ
૧૮૭
www.jainslitary.c113