________________
הכתבתכחכחכחכחכחכחכתכתבותכתכרכרככתכוכתבותכתבו בתבוחבורתברברכתככתבתכתבתכתבותם
SriSriSriSrinii i rriયll Tillennial Inlalu U
PLCLCLCLCLCLCLCLCLCLCLLLLSLLLSLSLSLSLSLSLSLSUSU
ભાદરવા સુદ બીજના ચૌદ સ્વપ્નોની ઉછામણી થઈ ગયા પછી “ત્રિશલા માતાએ ભગવાન શ્રી મહાવીર દેવને જન્મ આખો” એ છેલ્લાં ફકરાની વિગત બાકી રાખી હોય તે વાંચી સંભળાવવી. - સાધુ-સાધ્વીજીઓ ન હોય તેથી ગૃહસ્થ કલ્પસૂત્રનું ભાષાંતર વાંચતા હોય તો તેમણે પર્યુષણની ભાદરવા સુદ ચોથ સુધી
વિરાવલિ સુધીના નવ વ્યાખ્યાન ને શક્ય હોય તો દશમા સાધુ સમાચારી સુધી વાંચી સંભળાવવા અન્યથા દશમું સાધુ સમાચારીનું વ્યાખ્યાન ધીરજથી પર્યુષણની પાંચમના દિવસે વાંચી સંભળાવવા. પરંતુ ગૃહસ્થ પાસેથી બારસાસૂત્ર વંચાવવું નહીં.
બારસા સૂત્ર” એ મૂળ કલ્પસૂત્ર છે તેથી એ સૂત્રને વાંચવાની કોઈપણ ગૃહસ્થને શાસ્ત્રની આજ્ઞા નથી. આ શાસ્ત્રાજ્ઞાને માન આપવું. પાંચમના દિવસે દશમા વ્યાખ્યાન બાદ બારસા સૂત્ર સાર ગુજરાતી ઢાળીયા (અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. દ્વારા રચિત) મધુર સ્વર અને સુંદર રાગથી વાંચી સંભળાવવા. ઢાળીયા શ્રવણ પૂર્ણ થયા બાદ સંઘ સાથે વાજતે ગાજતે મુખ્ય જિનાલયની ચૈત્યપરિપાટીએ જવું અને સકલ સંઘે સાથે ભાવપૂર્વક ચૈત્યવંદન યા દેવવંદન (ચાર સ્તવનો સાથેનું) કરી પાછા ઉપાશ્રયે આવી સુવિહીત ત્યાગી, ગુરૂની ગુરુમૂર્તિ - સુવિહીત ત્યાગી, ગુરૂની છબી યા સ્થાપનાચાર્યજી સમક્ષ ગુરુવંદના કરી ચૈત્યપરિપાટી કર્તવ્ય પૂર્ણ કરવું. ત્યારબાદ સાંજે સાંવત્સરિક મોટું પ્રતિક્રમણ કરવું. | સ્વાધ્યાય કે તાલીમ માટે કલ્પસૂત્ર ભાષાંતર વાંચવું પડે તો તે પણ શુદ્ધ વસ્ત્રો સાથે સામાયિક લઈને ગુર્વાજ્ઞા લઈને વાંચવું. આ પવિત્ર ગ્રંથને જ્યાં ત્યાં ન રાખવું. ઠવણી કે બાજોટ પર રાખીને વાંચવું. વાંચન દરમ્યાન ઘરમાં સ્ત્રીઓએ માસિકધર્મનું પાલન કરવું. સુવિહીત વડીલ ગુરુની આજ્ઞા વિના અને યોગ્ય અધિકાર વિના કલ્પસૂત્ર આદિ પર મૌખિક પ્રવચન ન આપવું. ઉસૂત્ર (શાસ્ત્ર વિરુદ્ધ) ભાષણથી ઘોર જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. વચ્ચે વચ્ચે ફકરા વાંચન રહી જવાથી પણ દોષ લાગે છે. સુદેવ - સુગુરુ અને જિનવચન (શાસ્ત્ર) પ્રત્યેના બહુમાનપૂર્વક વાંચન કરવા-કરાવવાથી જ્ઞાનાવરણીય કર્મનો લયોપશમ (પાપ નાશ) થાય છે.
CALELL54545454545454545454545454545454545454545454545
חכחכחכחכתכתבתכתבותכתבתכתבותכתבותכתכורכתכתכתבתכותכתבתכחכתכתבותכתכתבתכתברכתכתב
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org