SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ LLLLLLLLLCLCLCLCLCLCLCLCLLLLLLLLLLLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS મહાન ક્રિયોદ્ધારક, શ્રેષ્ઠ તપસ્વી, અચલગચ્છાધિપતિ પૂજ્ય દાદાગુરુ આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબને સમર્પણ જે પૂજ્યશ્રીનો જન્મ મારવાડ દેશના પાલી શહેરમાં થયેલ છે, છતાં જાણે જેઓ કચ્છભૂમિના મહાન સદ્ભાગ્યથી કચ્છની જનતા ઉપર મહાન ઉપકાર કરવા બાલ્યવયમાં જ કચ્છમાં આવેલ, જેમણે યતિસંસર્ગથી યતિદીક્ષા લીધી, પરંતુ પરમ ત્યાગની સો ભાવનાવાળા એવા જેમણે યતિપણાનો તરત ત્યાગ કરી, પાંચ મહાવ્રતો સ્વીકારી, ઉત્કૃષ્ટ પ્રકારના સંયમ અને તપને આચરી, પરમ વૈરાગ્યનાં ઉપદેશો આપી, અનેક આત્માઓને પરમ ત્યાગી સાધુ-સાધ્વીઓ બનાવી, ધર્મપ્રચાર કરાવી, અચલગચ્છને સંરક્ષિત તથા સ્થિર બનાવીને વિકાસ સાધતું બનાવી જૈન શાસનની પરમ સેવા કરી છે, જેમણે જામનગર, ભૂજ, માંડવી વિગેરે સ્થળોએ મોટા જ્ઞાન ભંડારો કરાવી, જ્ઞાન સેવા કરી છે, જેમણે જિનપ્રતિષ્ઠાઓના, ભાગવતી દીક્ષાઓના અને તપશ્ચર્યાના ની ઉજમણાઓ વિગેરેના અનેક મહોત્સવો કરાવી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીની પરમ આરાધનામાં લોકોને સ્થિર કર્યા છે, આ તેમજ જે પૂજ્ય દાદાશ્રીએ મને એક સામાન્ય આત્મામાંથી મહાન બનાવવા માટેના અનેક પ્રયત્નો કરી મારા પર અવર્ણનીય પત ઉપકારો કર્યા છે, એવા આ મારા પરમ ગુરુદેવ કચ્છ, હાલાર દેશોદ્ધારક, પરમ ત્યાગી અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબના કરકમલમાં આ કલ્પસૂત્ર ભાષાંતર ગ્રંથ સમર્પિત કરી યત્કિંચિત્ ઋણમુક્ત થવાનો હું પ્રયાસ કરું છું. તેઓશ્રીએ કલ્પસૂત્રની વૃત્તિ રચી આપવાની મને ભલામણ કરી હતી. એ વૃત્તિ રચવાની ! કાર્યવાહી અનેક પ્રવૃત્તિઓને કારણે હું પૂરી કરી શક્યો નહીં. પૂજ્ય દાદા ગુરુદેવને અનંતશઃ વંદનાવલિ 'લિ. આ. ગુણસાગરસૂરિ ... 5 LCLCLLLCLCLCLCLCULULLCLLLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCL21212121212 תבורכתבותכותבתכסכתכתבותכתככתכתבותכתבתכרבולתלחלחלחלחלחלחלחלחלחלחלחלחלחלחלחב 9 Jan Education international For Personal Private Lise Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy