________________
શ્રી કલ્પસૂત્રનું ભાષાંતર શ્રાવકો ક્યારે વાંચી શકે તે અંગે જરૂરી સમજ : જ્યાં પૂજ્ય મૂર્તિપૂજક સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસમાં બિરાજમાન ન હોય અથવા અન્ય ગચ્છવાળા મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ-સાધ્વીજીઓ વાંચવા ઈન્કાર કરે ત્યારે જિનશાસનપ્રેમી શ્રાવક-શ્રાવિકાએ પ્રથમ આઠે દિવસો સુધી સચિત્ત (લીલોતરી બે ઘડી પહેલાની) વસ્તુઓ ખાવાનો ત્યાગ કરવો. વળી દેશ-કાળને અનુસરી યથાશક્તિએ તપ કરવું, તેમાં છેવટે ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચકખાણ તો કરવું જ. તેમજ જે દિવસથી વાંચવાનું શરૂ કરે તે દિવસથી જ્યાં સુધી પૂર્ણ કરે ત્યાં સુધી અર્થાત્
ભાદરવા સુદ ૫ સુધી બ્રહ્મચર્યવ્રત પાળવું તથા ગરમ (ઉનું) પાણી પીવું, બે ટાઈમ પ્રતિક્રમણ કરવું અને ભૂમિ ઉપર સંથારો Le કરવો એટલે સંથારા પર શયન કરવું તેમજ શ્રી વીતરાગ પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા રાખવી. એવી રીતે શ્રાવકોએ પોસહ UF (પૌષધ) કે સામાયિક વ્રત લઈ પોતાની આગળ પવિત્ર બાજોઠ વિગેરે જે હોય તે સ્થાપી અને તેના ઉપર પુસ્તક રાખી
વિનયપૂર્વક તે પુસ્તકનું શ્રી સંઘની દરેક વ્યક્તિએ વાસક્ષેપથી નાણા મુકવાપૂર્વક પ્રથમ જ્ઞાનપૂજન કરવું (ગૃહસ્થ પાસેથી વાસક્ષેપ લેવો નહીં) અને શ્રાવિકાઓ જ્ઞાનની સ્તુતિ અને જ્ઞાનનું ગીત ગાય. ત્યારબાદ વ્યાખ્યાન પાટની આગળ જમીનના ભાગમાં જમીન પ્રમાર્જના કરી ગરમ આસન બિછાવી બેસી અને તે વાંચનાર શ્રાવકે પ્રથમ ત્રણ વાર નમસ્કાર કરવું. પછી શુદ્ધ ઉચ્ચારપૂર્વક એક નવકારમંત્ર સંપૂર્ણ કહીને આ ગાથા કહેવી :
પુરિમ ચરિમાણ કપ્પો, મંગલ વધ્ધમાણ તિત્કૃમિ,
ઈહ પરિકહિયા જિણગણ, - હરાઈ થેરાવલી ચરિત્તમ્ / ૧ / આ ગાથા કહ્યા બાદ આ સૂત્ર શ્રી સભા સમક્ષ વાંચવું. તેમાં ઉઘાડે મુખે ન વાંચવું. ઉત્તરાસંગનો (પછેડીનો) છેડો આગળ રાખીને વાંચવું. તે પણ સવારના સૂર્યોદય પછી બે ઘડી દિવસ થયે અર્થાત અકાલ વીત્યા બાદ વાંચવું. પ્રથમ અમાવાસ્યા (શ્રાવણ
વદ અમાવાસ્યા) ના દિવસે પીઠિકા (માંડણી) વાંચવી અને એકમથી સવાર તથા બપોર પછી એમ બે વખત વાંચતાં આ BT કલ્પસૂત્ર ભાષાંતરના દશે વ્યાખ્યાનો પૂર્ણ કરવા : 5464744LALALALALALALALALALAYKYISIYLA YAKALALALALALALALALA
Jan Education international
For Personal & Private Lise Only