________________
કલ્પસૂત્ર
குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழு
તે યક્ષ પ્રતિબોધ પામ્યો. આ વખતે પ્રગટ થયેલા સિધ્ધાર્થ વ્યંતરે કહ્યું કે ‘અરે દુષ્ટ, પાપી, શૂલપાણિ ! તે ઘણુંજ દુષ્ટ કાર્ય કર્યું છે. ચોસઠ ઇન્દ્રને પણ પૂજ્ય એવા ત્રિલોકનાથ વીરપ્રભુની મહાઆશાતના કરી છે. જો આ વાત ઇન્દ્ર જાણશે તો તારા સ્થાનનો પણ નાશ કરશે અને આકરી શિક્ષા કરશે. સિધ્ધાર્થ વ્યંતરના આવા વચન સાંભળીને તે યક્ષ બહુ જ ભયભીત થઇ ગયો અને પોતાના અપરાધની ક્ષમા માગી પ્રભુની પૂજા ભક્તિ કરતો પ્રભુ સમક્ષ નૃત્ય કરવા પૂર્વક ગાયન કરવા લાગ્યો. તે યક્ષનું ગાયન સાંભળીને લોકો માનવા લાગ્યા કે તે યક્ષે પ્રભુને મરવા જેવા કરી નાખ્યા હશે તેથી તે યક્ષ નૃત્યગાન કરે છે. પ્રભુને પણ રાત્રે લગભગ ચાર પહોર સુધી સહન કરેલા ભયંકર ઉપસર્ગોથી પાછલી રાતના છેલ્લા પહોરના અંતે કાઉસ્સગ્ગમાં જ ક્ષણવાર નિદ્રા આવી. તેમાં ઉભા ઉભા જ પ્રભુએ દશ સ્વપ્ન જોયાં. સવારમાં લોકો ભેળા થયા ત્યારે તેમાં અષ્ટાંગ નિમિત્તના જાણ ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામના બે નિમિત્તીઆ પણ હતા. તેમણે પ્રભુને દિવ્યગંધ, ચૂર્ણ, પુષ્પ, વગેરેથી પૂજિત થયેલા જાણી, હર્ષથી પ્રણામ કરીને તે બેમાંથી ઉત્પલે કહ્યું કે હે પ્રભુ ! આપે રાત્રિના અંતે જે દશ સ્વપ્ન જોયાં છે તેનું ફળ આપ તો જાણો જ છો છતાં હું કહું કે પ્રથમના સ્વપ્નમાં આપે તાડ જેવા ઉંચા પિશાચને માર્યો તેથી આપ થોડા જ વખતમાં મોહનીય કર્મને હણી નાંખશો. બીજા સ્વપ્નમાં આપની સેવા શ્વેત પક્ષી કરતું હતું તેથી આપ શુકલ ધ્યાન ધારણ કરશો. ત્રીજા સ્વપ્નમાં આપની સેવા કરતા વિચિત્ર કોયલ ( પક્ષીને જોયું તેથી આપ દ્વાદશાંગીની પ્રરૂપણા કરશો. ચોથા સ્વપ્નમાં આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો તેથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. પાંચમા સ્વપ્નમાં આપે સમુદ્ર તર્યો તેથી આપ સંસાર સમુદ્રને તરી જાશો. છટ્ઠા સ્વપ્ન આપે ઉગતો સૂર્ય જોયો તેથી આપ થોડાજ સમયમાં કેવળજ્ઞાન પામશો. સાતમા સ્વપ્નમાં આંતરડાઓ વડે આપે માનુષોત્ત૨ પર્વતને વીંટયો તેથી આપની કીર્તિ ત્રણે ભુવનમાં વિસ્તરશે. આઠમા સ્વપ્નમાં આપ મેરુ પર્વતના શિખર ઉપર ચડયા તેથી આપ સમવસરણમાં સિંહાસન ઉપર બેસીને દેવમનુષ્યાદિની સભામાં ધર્મ પ્રરૂપશો. નવમા સ્વપ્નમાં આપે દેવોથી શોભી રહેલ પદ્મ સરોવર
( ૧૭૭
Jain Education International
For Personal & Private Use Only
વ્યાખ્યાન
www.jainalarary.cfg