SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર દીઠું તેથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એમ ચારે પ્રકારના દેવો આપની સેવા વ્યાખ્યાન કરતા રહેશે. દશમા સ્વપ્નમાં આપે જે સુગંધમય બે પુષ્પોની માળા દીઠી તેનું ફળ હું જાણતો ? નથી. એટલે સિધ્ધાર્થે કહ્યું તેનું ફળ સાધુધર્મ અને શ્રાવકધર્મની પ્રરૂપણા છે. પછી પ્રભુને નમસ્કાર કરીને બધા ચાલ્યા ગયા. પ્રભુએ ત્યાં આઠ પખવાડિયાવાળું પહેલું ચાતુર્માસ પૂર્ણ કર્યું. (F) ચાતુર્માસ કરીને મોરાક સંનિવેશમાં આવીને પરિમા ધારીને રહ્યા, ત્યાં પ્રભુના સત્કાર માટે પ્રભુના શરીરમાં પ્રવેશ કરીને સિધ્ધાર્થ વ્યંતર નિમિત્તો કહેવા લાગ્યો, તેથી ત્યાં પ્રભુનો મહિમા પ્રવર્યો. પ્રભુના મહિમાને વધતો જોઇ ત્યાં રહેતા અચ્છેદક નામના નિમિત્તિઓએ ગુસ્સે થઈને તૃણચ્છેદના વિષયમાં પ્રશ્ન કર્યો. સિધ્ધાર્થે કહ્યું કે તે નહિ છેદાય. પછી તે અચ્છેદક નિમિત્તિઓએ તે તુણને છેદવાનો પ્રયત્ન કર્યો. આ વાત અવધિજ્ઞાનથી ઇન્દ્ર જાણી તેથી ત્યાં આવી તેની આંગળીને ઇન્દ્ર 5) વજથી છેદી નાંખી. ત્યારબાદ ક્રોધ પામેલા સિધ્ધાર્થે લોકોને કહ્યું કે એ અચ્છેદક ચોર છે. એણે 5) વરઘોષ નામના ખેડૂતનો દશ પલનો પ્યાલો ચોરીને ઘરની પાછળ ખજૂરીના ઝાડ નીચે દાટયો છે. બીજું ઇન્દ્રશર્માનો ઘેટો ચોરી, મારીને ખાઈ ગયો છે. તે ઘેટાના હાડકાં ઘર પાસેની બોરડી 2 નીચે દાટયાં છે. તેનું ત્રીજું દૂષણ તો તેની સ્ત્રીને પૂછવાથી તે તમને કહેશે. પછી લોકોએ તેની ઉં સ્ત્રીને જઇને પૂછ્યું. તેથી તેની સ્ત્રીએ પણ પોતાના પતિ સાથે તે જ દિવસે કલહ થયેલ હોવાથી કહી દીધું કે, અરે લોકો ! એ પાપીનું મુખ પણ જોવા જેવું નથી. એ પોતાની સગી બહેનને પણ - ભોગવે છે. આ રીતે લોકોમાં પોતાના પાપની વાત જાહેર થઇ જવાથી અત્યંત લજ્જા પામેલો () તે અચ્છેદક એકાંતમાં પ્રભુને વિનવવા લાગ્યો કે હે પ્રભુ! વિશ્વવંદ્ય, આપ તો સર્વ સ્થાને E પૂજાશો, પરંતુ મારી તો આજીવિકા અહીં જ છે. એ સાંભળી તેની અપ્રીતિ જાણીને પ્રભુ ત્યાંથી વિહાર કરીને શ્વેતાંબિકા નગરી તરફ ચાલ્યા. રસ્તામાં જતા માણસોએ કહ્યું કે આ રસ્તો ઘણા વિબવાળો છે તેથી આપ બીજે રસ્તે થઈને જાઓ. એવો લોક નિષેધ જાણીને પણ દયાળુ પ્રભુ કનકખલ તાપસના આશ્રમમાં ચંડકૌશિકને પ્રતિબોધ પમાડવા ગયા. 544444444444 A44154 www.by on For Personal & Private Use Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy