________________
કલ્પસૂત્ર છે. પ્રભુ પહેલું ચાતુર્માસ મોરાક સંનિવેશથી આવીને શૂલપાણિયક્ષના મંદિરમાં રહ્યા. આ યક્ષ B વ્યાખ્યાન
પૂર્વભવમાં ધનદેવ નામના વાણીઆનો બળદ હતો. ધનદેવ પાંચસો ગાડાઓ સાથે નદી ઉતરતો હતો ત્યારે તેના બધાં ગાડાંઓ કાદવમાં ખેંચી ગયાં. આ વખતે ઉલ્લસિત વીર્યવાળા એ બળદે દરેક ગાડાની ડાબી બાજુ જોડાઈ એ ખૂંચેલા પાંચસો ગાડાઓને ખેંચી કાઢયાં. આવું મહાન પરાક્રમ કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા. તેથી તે પરાક્રમી બળદ અશક્ત થઈ ગયો. તે બળદને આવો અશક્ત થયેલો જાણી ધનદેવ સમીપના વર્ધમાન ગામમાં ત્યાંના આગેવાનોને બોલાવીને બળદની વિગત સમજાવી ગામલોકોને સોંપીને તે બળદના નિર્વાહને સારવાર માટે સારી રકમ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. પછી ગામલોકોએ તે બળદની કાંઈ પણ સારસંભાળ લીધી નહીં, તેથી રીબાતો રીબાતો તે બળદ ભૂખ્યો તરસ્યો અકામ નિર્જરાથી મરી શુભ ધ્યાન આવી જવાથી બંતરજાતિમાં દેવ થયો. એ શૂલપાણિ નામે થયેલા દેવે જ્ઞાનથી પૂર્વભવનો વૃત્તાંત
જાણી તે વર્ધમાન ગામના લોકો ઉપર ઘણો ગુસ્સો કરી તે ગામમાં મરકીનો ઉપદ્રવ ફેલાવ્યો. E છે એ મરકી રોગના ઉપદ્રવથી એટલા બધા માણસો મરી ગયા કે ત્યાં માણસોના મડદાંઓને કોઇ L
બાળનારા ન મળ્યા તેથી ત્યાં હાડકાના ઢગલા થઇ ગયા. એ કારણે તે ગામનું વર્ધમાનને બદલે ૨ અસ્થિકગ્રામ નામ પડી ગયું. પછી બાકીના જીવતા રહેલા માણસોએ યક્ષની આરાધના કરી તેથી એ શૂલપાણિ યક્ષદેવે પ્રત્યક્ષ થઇને પોતાનું મંદિર તથા મૂર્તિ બનાવવાનું કહેવાથી ત્યાંના બચેલા લોકોએ તરત મંદિર બનાવી તેમાં શૂલપાણિ યક્ષની મૂર્તિની સ્થાપના કરી અને લોકો તેની પૂજા કરવા લાગ્યા. એટલે મરકીનો રોગ મટી ગયો. શ્રી મહાવીર પ્રભુએ શૂલપાણિ યક્ષને પ્રતિબોધવા : પ્રથમનું ચાતુર્માસ તે યક્ષના મંદિરમાં જ કર્યું. લોકોએ પ્રભુને ત્યાં રહેવાની ના કહી છતાં પ્રભુ 2 તે રાત્રિએ તે જ મંદિરમાં રહ્યા, યક્ષે પ્રભુને બીવરાવવા માટે પૃથ્વી પણ ફાટી જાય એવું અટ્ટહાસ્ય
કર્યું. હાથી અને સર્પનાં રૂપો કરીને અસહ્ય ઉપસર્ગો કર્યા. એથી પ્રભુ લેશ પણ ક્ષોભ પામ્યા નહીં. 5) પછી તે યક્ષે બીજાનો તો જીવ જ જાય તેવી રીતે પ્રભુના મસ્તકમાં, કાનમાં, નાકમાં, આંખમાં,
દાંતમાં, પીઠમાં તથા નખ વગેરેમાં અને કુસ્થાનોમાં વેદના ઉપજાવી છતાં પ્રભુને નિષ્કપ જાણી
A4444444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.jainerary.org