________________
કલ્પસૂત્ર મૈં જિનેશ્વર દેવોએ ઉપદેશેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ તથા વિષય-કષાયાદિક કુટિલતા રહિત એવા સ૨ળમાર્ગથી પરમપદરૂપ મોક્ષને પામજો, પરિષહોની સેનાનો નાશ કરી કે ઉત્તમક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભસમાન દેવ ! તમો જય પામો, જય પામો, વળી ઘણા દિવસો સુધી, ઘણા પક્ષોપખવાડિયા સુધી, ઘણા માસ સુધી, ઘણી હેમંત આદિ ઋતુઓ સુધી, છમાસે એક અયન થાય ૐ એવા ઘણા અયનો સુધી, તેમ જ ઘણા સંવત્સરો સુધી પરિષહો, અને ઉપસર્ગોથી નિર્ભય બન્યા ૐ છતાં સિંહ, વાઘ, વીજળી વગેરેના ભયંકર ઉપદ્રવોને ક્ષમાપૂર્વક સહન કરતા એવા તમો જય પામો, તમારા સંયમરૂપ ધર્મ માર્ગમાં નિરંતર વિઘ્નરહિતપણું થાઓ. એવી રીતે બોલતા તે કુળવૃધ્ધો જય જય શબ્દ કરવા લાગ્યા.
નગરના મધ્ય ભાગોથી પસાર થતા મહાવીરદેવ હજારો નેત્રપંક્તિઓથી જોવાતાં, જોવાતાં, હજારો મુખમંક્તિઓથી પ્રશંસાતા, પ્રશંસાતા, હજારો હૃદયપંક્તિઓ વડે અભિનંદન પામતા, પામતા, હજારો મનોરથ પંક્તિઓથી ઈચ્છાતા, ઈચ્છાતા, એટલે આપણે એ પ્રભુના સેવકો થઈએ તો સારું એવા મનોરથો વડે ઇચ્છાતા, ઈચ્છાતા, કાન્તિ, રૂપ અને ગુણો વડે પ્રાર્થાતા પ્રાર્થાતા, હજારો અંગુલી પંક્તિઓ વડે બતાવાતા, બતાવાતા, તથા પોતાના જમણા હાથથી હજારો સ્ત્રીપુરુષોના હજારો નમસ્કારોને ઝીલતા ઝીલતા, હજારો ઘરોની શ્રેણિઓ ઉલ્લંધતા ઉલ્લંઘતા, તેમજ વીણા, હાથના રાસડા, કાંસિયા, ગીત અને વાજિંત્રોના મધુર સુંદ૨ શબ્દો વડે મિશ્રિત મનુષ્યોએ કરેલા જય જય શબ્દોના સુંદર મનહ૨ અવાજો વડે સાવધાન થતા ભગવાન, છત્ર ચામરાદિક રાજચિન્હરૂપ સર્વ પ્રકારની સામગ્રીરૂપ સમૃધ્ધિ વડે, આભૂષણો વગેરેની સર્વ પ્રકારની કાંતિ વડે, તથા હાથી, ઘોડા વગેરે સર્વ પ્રકારના સૈન્ય વડે, ઊંટ, પાલખી વગેરે સર્વ પ્રકારના ૐ વાહનો વડે, મહાજનોના મેળારૂપ સર્વ પ્રકારના સમૂહ વડે, સર્વ પ્રકારના આદર વડે, સર્વ
પ્રકારની સંપત્તિ વડે, સર્વ પ્રકારની શોભા વડે, સર્વ પ્રકારના હર્ષથી થયેલ ઉત્સાહ વડે, સર્વ સ્વજનોના મેળાપ વડે, નગરમાં રહેલ વ્યાપારી આદિ અઢાર જાતિની પ્રજાથી પરિવરેલા એવા
குழுழுழுழுழுழுY
Jain Education Internation
For Personal & Private Use Only
குகுகுகு
વ્યાખ્યાન
૫
E
૧૬૮
www.jainelibrary.org