________________
કલ્પસૂત્ર
પાલખીમાં છઠ્ઠની તપસ્યાવાળા ભગવાન, નિર્મળ લેશ્યાવાળા, સર્વ પ્રકારના આભૂષણોથી ૐ અલંકૃત, લટકતી માળાવાળા, તથા શ્વેત અને સુકોમળ વસ્રો ને ધારણ કરેલા શરીરવાળા થયા છતા પ્રભુ પૂર્વ સન્મુખ સિંહાસન ઉપર બેઠા હતા. તે પાલખીને થોડો સમય ઉપાડીને ચાલ્યા પછી તે નંદિવર્ધન રાજાએ તે પાલખીને ઉપાડવા એક હજાર સેવકોને જેટલામાં આદેશ કર્યો તેટલામાં સૌધર્મેન્દ્ર પાલખીની આગલી જમણી બાહાને, ઇશાનેન્દ્ર આગલી ડાબી બાહાને ઉપાડે છે, ચમરેન્દ્ર પાછળની જમણી બાહાને અને બલીન્દ્ર પાછળની ડાબી બાહાને ઉપાડે છે તથા બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિ અને વૈમાનિક દેવોના ઇન્દ્રો યોગ્યતા પ્રમાણે તે પ્રભુજીની પાલખીને ઉપાડીને ચાલે છે. પછી સૌધર્મેન્દ્ર અને ઇશાનેન્દ્ર તે પાલખીની આગલી જમણી અને ડાબી બાહા બીજાને સોંપીને પોતે ચામરોથી પ્રભુને વીંઝવા લાગ્યા એ પ્રમાણે સુરાસુર મનુષ્યોથી સેવાતા અને અનુસરાતા તથા આગળ ચાલતા ચાલતા શંખ વગાડનારા, ચક્રને ધારણ કરનારા, ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા હળધારીઓ, મુખથી માંગલિક શબ્દો ઉચ્ચારનારા, ખભા ઉપર બીજાને બેસાડીને ચાલનારા, બિરુદાવલી બોલનારા ભાટ ચારણો, અને ઘંટા વગાડનારા વગે૨ે માણસોના સમૂહથી પરિવરેલા એવા પ્રભુને કુળના મહત્તરો-વૃધ્ધો વગેરે સ્વજનો તે તે પ્રકારની ઇષ્ટ એવી પૂર્વે વર્ણવેલ ગુણવાળી વાણીથી વખાણતા, સ્તવના કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા હે સમૃદ્ધિમાન ! તમો જ્યવંતા વર્તો, જ્યવંતા વર્તો, હે કલ્યાણ કરનારા પ્રભુ તમે જ્યવંતા વર્તો, જ્યવંતા વર્તો, તમારૂં કલ્યાણ થાઓ, નિર્દોષ એવા જ્ઞાન, દર્શન, અને ચારિત્ર વડે નહીં જીતાયેલ ઇન્દ્રિયોને જીતજો, જીતાયેલા શ્રમણ ધર્મને સારી રીતે પાળજો, વિઘ્નોને જીતી લઇને હે દેવ ! તમે તમારા સાધ્યની સિધ્ધિમાં નિરંતર તત્પર રહેજો, તપ વડે રાગદ્વેષ નામના મલ્લોનો નાશ કરજો, ધૈર્યનો મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુકલ ધ્યાનથી આઠકર્મરૂપ શત્રુઓનો નાશ કરજો, ( અપ્રમત્ત થઇને હે વીર ! તમે ત્રણ લોકરૂપ રંગમંડપમાં જેમ મલ્લ અન્ય મલ્લ સાથે લડીને વિજય મેળવે તેમ કર્મરૂપ શત્રુઓને જીતીને આરાધના રૂપ વિજયપતાકાને મેળવજો. તથા તમો અજ્ઞાનરૂપ અંધકાર વિનાના તેજોમય એવા અનુપમેય કેવળજ્ઞાનને પામજો. વળી હે દેવ ! તમો
For Personal & Private Use Only
FEBR
Jain Education International
વ્યાખ્યાન
-
૧૬૭
www.jainslturary.cfg