________________
કલ્પસૂત્ર
*
કે મધુર કંઠે ગીત ગાતી હતી. ભાટચારણો બિરુદાવલી બોલતા હતા, અનેક સ્થળે શ્રેષ્ઠ પ્રકારના આવ્યાખ્યાન
અનેક જાતના વાજિંત્રો વાગતા હતા. દેવતાઓ આકાશમાં રહી પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરતા હતા, આવી રીતના મોટા ઉત્સવથી પ્રયાણ કરતા પ્રભુજી જ્યારે નગરના મધ્ય ભાગમાં આવ્યા
ત્યારે વિવિધ વાજિંત્રોના અવાજ સાંભળીને નગરવાસી અનેક સ્ત્રીઓ પોતાના ઘરના બધા કામ ક) મૂકી જોવા માટે દોડી આવી. તેમાંથી કેટલીક સ્ત્રીઓ ઉતાવળથી કાજળને આંખને બદલે ગાલ ;
પર લગાડી દોડી આવી, કમલપત્ર ચિતરવા તૈયાર કરેલ કસ્તુરી ગાલને બદલે આંખમાં આંજીને દોડી આવી, વળી કોઈ સ્ત્રી પગમાં પહેરવાના ઝાંઝરને ગળામાં નાખીને દોડી આવી, કોઈ સ્ત્રી ગળામાં પહેરવાના હારને પગમાં નાખીને દોડી આવી, કોઈ સ્ત્રી કંદોરો કમરને બદલે ગળામાં નાખીને દોડી આવી તો કોઈ સ્ત્રી શરીરે ચોપડવા તૈયાર કરેલ ગોશીષચંદન પગે લગાડીને દોડી આવી. કોઈ સ્ત્રી પગે લગાડવાનો અળતાનો રસ શરીરે ચોપડીને દોડી આવી, કોઈ સ્ત્રી સ્નાન
કરતાં અધવચ્ચે જ વસ્ત્ર રહિત પણે દોડી આવી, કોઈ સ્ત્રી બાળકને બદલે બીલાડાને કાંખમાં E) લઇને દોડી આવી, કોઈ ગુણગાન કરવા લાગી, કોઈ હાસ્યથી ઉભી ઉભી જોવા લાગી, અને
કોઈ સ્ત્રીઓ પ્રભુને સાચા મોતીઓથી વધાવવા લાગી, વળી કોઈ સ્ત્રી વસ્ત્ર પહેરતી અર્ધવસ્ત્ર રહિત છતી દોડી આવી. કહ્યું છે કે સ્ત્રીઓને કલેશ, કાજળ, સિંદૂર, વાજિંત્ર, જમાઇ અને દૂધ એ છ વસ્તુ વધારે પ્રિય હોય છે. - હવે પ્રભુ મનહર નગર રચનાને જોતા, બિરદાવલી સાંભળતા, અને દેવ મનુષ્યના પરિવારથી પરિવરેલ છતા દીક્ષા લેવા માટે પ્રયાણ કરી રહેલ હતા.
તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ જે આ શિયાળાનો પહેલો ) માસ અને પહેલું પખવાડિયું, એટલે માગસર માસનો કૃષ્ણ પક્ષ, એ પક્ષની દશમીના દિવસે પૂર્વ Fદિશા તરફ છાયા ગમન કરતે છતે તથા પાછલી પોરિસી પ્રમાણ યુક્ત પૂર્ણ થવાથી સુવ્રત નામના :
દિવસે વિજ્ય નામના મુહૂર્તમાં હસ્તોત્તરા નક્ષત્ર આવે છતે, જે ચંદ્રપ્રભા નામની શિબિકા એટલે
9444444444444444
१६E
Jain Education international
For Personal
www.janelbrary.org
Private Use Only