________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
குருகுது
FLG4541415 SS55544
શિબિકા અત્યંત દેદીપ્યમાન બની ગઈ. એમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ પૂર્વ છે છે સન્મુખ બેઠા. પ્રભુજીની જમણી બાજુ કુળની મહત્તા સ્ત્રી હંસ લક્ષણ વસ્ત્ર હાથમાં લઈને ભદ્રાસન જી.
ઉપર બેઠી. ડાબી બાજુ ધાવમાતા દીક્ષાના ઉપકરણો લઇને બેઠી. પ્રભુજીની પાછળ શ્વેત છત્રને ધારણ કરનારી એક યુવાન સ્ત્રી અલંકૃત થઈ ઉભી રહી. ઇશાન દિશામાં એક સ્ત્રી જળ ભરેલ કળશ લઈને બેઠી, તથા અગ્નિખૂણામાં એક સ્ત્રી સુવર્ણની દાંડીવાળો મણિરત્નનો પંખો લઈને બેઠી હતી.
પ્રભુજીની દીક્ષા યાત્રામાં સર્વ પ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, રે મસ્યયુગલ, અને દર્પણ એ આઠ મંગળને ઉપાડીને ચાલનારા માણસો આગળ ચાલતા હતા. ત્યાર
પછી જળથી ભરેલા પૂર્ણકળશ, શૃંગાર અને ચામરવાળા માણસો ચાલતા હતા, પછી મોટી ધ્વજા, y) અને વૈર્યરત્નજડિત દંડવાળું શ્વેત છત્ર તથા પાદપીઠ સહિત મણિસુવર્ણનું સિંહાસન ઉપાડનારા !
માણસો ચાલતા હતા, પછી અસ્વાર વિનાના એકસો આઠ હાથીઓ, એકસો આઠ ઉત્તમ ઘોડાઓ, F) તથા ઘંટા અને પતાકાથી સુશોભિત શસ્ત્રોથી ભરેલા એકસો આઠ ઉત્તમ રથો અને એકસો આઠ ઉત્તમ પુરુષો ચાલતા હતા, ત્યાર પછી ચતુરંગિણી સેના અને નાની નાની હજારો પતાકાઓથી ? શોભતો એક હજાર યોજન ઉંચો મોટો ઈન્દ્રધ્વજ ચાલતો હતો. તે પછી શસ્ત્રધારી માણસો ચાલતા ? હતા, પછી હાસ્ય, ખેલ, કતહલ કરનાર માણસો ચાલતા હતા, તેઓ જ્ય જ્ય શબ્દ બોલતા હતા, 4 પછી ઘણા ઉગ્નકુળના, ભોગકુળના, રાજન્યકુળના, અને ક્ષત્રિયકુળના, માણસો તથા કોટવાળો, FT માંગલિકો, સાર્થવાહો, દેવો અને દેવીઓ શિબિકાની આગળ જ્ય જ્ય શબ્દ કરતા ચાલતા હતા, કે બાકીનો બધો પરિવાર-સમુદાય પ્રભુજીની પાલખીની પાછળ જ્ય જ્ય શબ્દ બોલતો ચાલતો હતો. પ્રભુ જે પાલખીમાં બેઠા હતા તે શિબિકા પાલખી હજાર પુરુષો ઉપાડી શકે એવી હતી. એ પ્રભુની પાલખીને નંદિવર્ધન રાજા તથા ઈન્દ્ર વગેરે હજાર પુરૂષો ઉપાડીને ચાલતા હતા. દેવતાઓ પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કરતા હતા, અત્યંત આનંદમાં આવી જઇને સુવાસિની સ્ત્રીઓ /
A444444444444444444
- ૧૬૫
in Education international
For Personal & Private Lise Only