________________
કલ્પસૂત્ર
FFER
એ રીતે સાંવત્સરિક દાન આપીને પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે દીક્ષાની સંમતિ આપીને શ્રી નંદિવર્ધન રાજાએ ક્ષત્રિયકુંડગ્રામનગરને દેવલોક જેવું શણગારીને સોના, રૂપા વગેરે આઠ જાતિના દરેક એકસોને આઠ સંખ્યાના કળશા બનાવરાવ્યા, તથા બીજી પણ બધી અભિષેકને યોગ્ય સામગ્રી તૈયાર કરાવી. આ સમયે દેવો સહિત ચોસઠ ઇંદ્રોએ પણ ત્યાં આવીને રાજાની ( સાથે મળીને પ્રભુનો દીક્ષા અભિષેક કર્યો, દેવ પ્રભાવથી દેવરચિત કળશાઓ રાજાના કળશાઓમાં અંતર્ધાન થવાથી રાજાના કળશાઓ અત્યંત દેદીપ્યમાન થઇ ગયા. પછી રાજાએ પ્રભુજીને પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેસાડયા અને દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના પાણી, માગધ, વરદામ, પ્રભાસ વગેરે બધા તીર્થોની માટી તથા વિવિધ ઔષધિઓથી પ્રભુજીનો અભિષેક કર્યો. ત્યારે ઇંદ્રાદિદેવો હાથમાં ભંગાર, દર્પણાદિ રાખીને જ્ય જ્ય શબ્દ કરતા ઉભા રહ્યા. અભિષેક થઇ રહ્યા બાદ લાલ રંગના સુગંધિત વસ્ત્રથી પ્રભુજીના અંગોપાંગ લુછીને ચંદન વગેરેનું વિલેપન કર્યું. પછી (6) ઉત્તમકોટિના વિવિધ જાતિનાં વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત કરી પ્રભુજીને શિબિકામાં ૐ બિરાજમાન કરવામાં આવ્યા. એ શિબિકા પચાશ ધનુષ્ય લાંબી, પચ્ચીશ ધનુષ્ય પહોળી અને છત્રીશ ધનુષ્ય ઊંચી રાજા નંદિવર્ધને કરાવી હતી. ઇન્દ્રે પણ એવાજ પ્રમાણની શિબિકા બનાવી હતી. એ ઇન્દ્રની શિબિકા દેવ પ્રભાવથી રાજાની શિબિકામાં અંતર્ગત થઇ જવાથી રાજાની
REGRE
વર્ષ સુધી યશઃકીર્તિ પામે. રોગી દાન લે તો એ દાનના પ્રભાવથી રોગ જાય, અને બાર વર્ષ સુધી નવો રોગ થાય. પ્રભુએ આપેલા દાનથી દરિદ્રતા નાશ પામવાથી વસ્ત્ર અલંકારોથી અલંકૃત થયેલા અને ઉત્તમ ઘોડાઓ ઉપર બેસીને આવતા કેટલાક માણસોને તેમની પત્નીઓ પણ દૂરથી તરત ઓળખી ન શકી. એવો તો પ્રભુએ આપેલા દાને પોતાનો મહિમા પ્રવર્તાવ્યો. પ્રભુજીએ દ૨૨ોજ એક ક્રોડ અને સાડા આઠ લાખ સોનૈયાનું રોકડ દાન આપતાં એક વર્ષે ત્રણસો ( અઠ્યાશી ક્રોડ, એંશીલાખનું દાન આપ્યું. હાથી, ઘોડા, રથ, વસ્ત્ર, આભુષણ, મીઠાઇ વગેરેનું દાન આપ્યું તેની તો ગણતરી જ ન હતી.
Jain Education International
For Personal & Private Use Only
FOR
વ્યાખ્યાન
૫
( ૧૬૪
www.jainelibrary.org