________________
NPOPORCUCUcuencucuCUCUCURUPCIeN2UCUCUCUCUCUCUCUCUCUCUSUCUCUCUCUSUSUS
પ્રકાશકીય નિવેદન
મુંબઈ મહાનગરમાં મુલુંડ એ મોટું અને જૈનોની વિશાળ સંખ્યા ધરાવતું ઉપનગર છે.
આજથી ૪૭ વર્ષો પહેલા શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના સાથે સં. ૨૦૦૯ માં દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવાનના જિનાલયની ભવ્ય પ્રતિષ્ઠા થઈ. ત્યારથી લઈ અત્યાર સુધી અહીંના ઉપાશ્રયોમાં પણ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘોના મુખ્ય તપગચ્છ અને અચલગચ્છ વિ. ની સમાચારી પ્રમાણે અનેકવિધ ભવ્ય આરાધનાઓ પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામિ દાદાની છાયામાં થઈ રહેલ છે. આજે તો મુલુંડના પૂર્વ અને પશ્ચિમમાં અનેક ભવ્ય જિનાલયો - ઉપાશ્રયો થતાં સવર્ગ ધર્મ પ્રવૃત્તિઓ વિસ્તરી રહી છે..
શ્રી સંઘના જિનાલયને ત્રિશિખરી બનાવવાનું કાર્ય ચાલુ છે તે અહીંના સંઘના દેવદ્રવ્ય ખાતાના અનુદાનથી અનેક ET સ્થળોના જિનાલયોના જીર્ણોદ્ધાર તથા નવ નિર્માણને વેગ મળેલ છે. જે અમારા સંઘ માટે ગૌરવની વાત છે.
તેવી જ રીતે શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ માન્ય શ્રુતજ્ઞાનના ઉદ્ધાર અને પ્રકાશનનો લાભ પણ અવિરત મળતો રહ્યો છે જે સંઘનું સૌભાગ્ય છે.
અમારા સંઘ પર સદેવ અમી દ્રષ્ટિ રાખનારા એવા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય, શાસન સમ્રાટ, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. દ્વારા પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્ર શાસ્ત્રગ્રંથનું ગુજરાતીમાં પણ વિવરણ લખાયું. જેની પ્રથમ તથા પ્રસ્તુત દ્વિતીય આવૃત્તિનાં પ્રકાશનનો લાભ અચલગચ્છના શાસન પ્રભાવિકા, સાધ્વીમુખ્યા પE પૂજ્ય શ્રી હરખશ્રીજી મ. સા. ના સદુપદેશથી મુલુંડ સંઘને પ્રાપ્ત થતાં અમારા આત્મિક આનંદની વૃદ્ધિ થઈ છે. પૂજ્ય સાધ્વી પE શ્રી હરખશ્રીજી મ. સા. ના મુલુંડમાં થયેલા ચાતુર્માસોથી તથા ત્યારબાદ પણ અમારા સંઘ પર તેઓના ઉપકારોના ગુણાકાર
થયા છે. જે આ સ્થળે ઉલ્લેખ કરતાં હર્ષ અનુભવીએ છીએ. આ પ્રકાશન માટે તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પ I પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષો સાંપડયા છે. T સાહિત્યદિવાકર, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સાહેબે આ ગ્રંથના સંપાદન, ' ૨ પ્રફ સંશોધનમાં અથાગ સમયનો સદુપયોગ કરી અમને ઉપકૃત કર્યા છે. એ પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂર્વે પવિત્ર શ્રી બારસાસૂત્ર FA સચિત્ર (મૂળ) તથા પર્યુષણાદાન્ડિકા પ્રતોના પ્રકાશનનો લાભ અમને મળેલ છે.
LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCULUCULUS
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang