________________
કલ્પસૂત્ર
) વ્યાખ્યાન
OFF
શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૫
જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ જન્મ્યા તે રાત્રિએ ઘણા એવા ઇન્દ્ર વગેરે દેવો ! તથા દિકકુમારિકા વગેરે દેવીઓ પ્રભુનો જન્મ મહોત્સવ કરવાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવતાં હતા અને પછી મેરુ શિખર ઉપર ચડવા માટે ઉંચે આકાશમાં ચડતાં હતાં, તેથી તે દેવદેવીઓના આવાગમન વડે જાણે અત્યંત હર્ષિત થઇ હોય નહીં એવી તથા હર્ષને લીધે અટ્ટહાસ્યાદિકથી
નહીં સમજાય એવા શબ્દો વડે કોલાહલ કરતી હોય એવી થઇ. અચેતન એવી દિશાઓ પણ 5) હર્ષિત થઈ હોય એવી પૃથ્વી અતિ રમણીય દેખાવા લાગી. વાયુ મંદમંદ રીતે વા વા લાગ્યો, જી
ત્રણે જગત ઉદ્યોતમય થઈ ગયા, આકાશમાં કર્ણપ્રિય દૂભિના નાદ થવા લાગ્યા, પૃથ્વી પણ ઉચ્છવાસ લેવા લાગી, નારકીના જીવો પણ થોડીવાર દુઃખ વિના આનંદમય થયા.
આસનકંપથી આ સમયે તીર્થંકરનો જન્મ થયો જાણી છપ્પન દિકકુમારિકાઓ હર્ષ પામી ( સૂતિકર્મ કરવા ત્યાં આવવા લાગી. પ્રથમ અધોલોકમાં રહેતી એવી ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા, અને આનંદિતા નામની આઠ દિકુમારિકાઓએ આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકા ઘર રચીને, એ ઘરથી એક યોજન સુધીની ભૂમિ સંવર્તકવાયુથી શુદ્ધ કરી તથા મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણા અને બલાહિકા નામની આઠ દિકકુમારીકાંઓએ ઉર્ધ્વલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને સુગંધિત જલ તથા પુષ્પોની વૃષ્ટિ કરી. વળી નંદા, નંદોત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈયંતી, જ્યતી અને અપરાજિતા એ નામની આઠ 2 દિકકુમારિકાઓ પૂર્વ ચકથી ત્યાં આવીને મુખ જોવા માટે દર્પણ ધારણ કરી ઊભી રહી,
સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુધ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા 5) નામની આઠ દિકકુમારિકાઓ દક્ષિણ ચકથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશો હાથમાં ()
4141414
૧૪૫
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org