________________
કલ્પસૂત્ર
5
લઇને ગીતગાન કરતી ઊભી રહી. વળી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામની આઠ દિકુમારીકાઓ પશ્ચિમ દિશાના રુચક પર્વતમાંથી ત્યાં આવીને પ્રભુજીને તથા પ્રભુજીની માતાને પવન કરવા માટે હાથમાં પંખા લઇને ઉભી રહી. વળી અલંબુશા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને ડ્રીએ નામની આઠ દિક્કુમારીકાઓ ઉત્તર દિશાના રુચક પર્વતથી આવીને ચામર વીંઝતી ગીતગાન કરવા લાગી. ) તથા ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને વસુદામિની એ નામની ચાર દિક્કુમારીકાઓ વિદિક્ રુચકથી આવીને હાથમાં દીપક લઈ ઇશાન વગેરે વિદિશાઓમા ઉભી રહી. વળી રૂપા, રૂપાસિકા, સુરૂપા, અને રૂપકાવતી એ નામની ચાર દિક્કુમારિકાઓએ રૂચકદ્વીપથી આવીને પ્રભુની નાડીને ચાર અંગુલ છેટેથી કાપીને ખોદેલા ખાડામાં નાંખી ખાડો વૈડુર્યરત્નોથી પૂરી તેના પર પીઠ બનાવ્યો અને તેને દુર્વાથી બાંધીને તે જન્મ ઘરથી પૂર્વ, દક્ષિણ, ઉત્તર દિશામાં કેળના ત્રણ ઘર બનાવ્યાં. પછી દક્ષિણ દિશાના કેળ ઘરમાં પ્રભુજીને અને પ્રભુજીનાં માતાજીને સિંહાસન ઉપર બેસાડીને એ બન્નેને સુગંધી તેલનું મર્દન કર્યું. પછી પૂર્વ દિશાના કેળ ઘરમાં પ્રભુજીને અને પ્રભુજીની માતાજીને લઇ જઇ સ્નાન વિલેપન કરીને વસ્ત્ર આભૂષણો પહેરાવ્યાં. પછી ઉત્તર દિશાના કેળના ઘરમાં માતાજી સહિત પ્રભુજીને લઇ જઇ સિંહાસન ઉપર બેસાડીને અરણિના બે કાષ્ટ ઘસી, તેનાથી અગ્નિ ઉત્પન્ન કરી તેમાં ઉત્તમ ચંદનનો હોમ કરી તે અગ્નિની રાખથી રક્ષા પોટલી તૈયાર કરી પ્રભુજીને અને પ્રભુજીનાં માતાજીને તે રક્ષા પોટલી બાંધીને રત્નના બે ગોળા અફળાવી, ‘તમો પર્વત જેવડા લાંબા આયુષ્યવાળાં થાઓ'' એવાં આશીર્વચન ઉચ્ચારી પ્રભુજીને અને પ્રભુ માતાને જન્મ સ્થાને મૂકીને તે દિકુમારીકાઓ ગીતગાન કરી પોતપોતાના સ્થાને ચાલી ગઇ. આ દરેક દિક્કુમારીકા સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષક દેવો, સાત દેવસેનાઓ, સાત સેનાધિપતિઓ તથા બીજા પણ મહર્દિક દેવો હોય છે. આભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણવાળા વિમાનોમાં બેસીને તેઓ પ્રભુનો જન્મ 4 મહોત્સવ કરવા આવે છે.
Jain Education Internatio
G
தகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
For Personal & Private Use Only
குதித்ழுகுகுகுமு
વ્યાખ્યાન
૫
૧૪૬
www.jainslturary.cfg