________________
કલ્પસૂત્ર
ગર્ભવતી સ્ત્રીએ જે દેશમાં જે વસ્તુ પાચન થતી હોય, જે કાલમાં જે વસ્તુ ગુણકારી હોય, તેવી વસ્તુઓને વાપરવી. બધા મીઠા પદાર્થો બુધ્ધિ દેનારા છે, બધા ખારા પદાર્થો મળનો નાશ કરનારા છે. બધા કષાયેલા પદાર્થો જુલાબ કરનારા છે, બધા ખાટા પદાર્થો ઝેર સરખા છે. કુળની ૐ વૃધ્ધ સ્ત્રીઓ ત્રિશલા રાણીને શિખામણ આપવા લાગી કે હે રાણી ! તમો હમણાં ધીરે ધીરે ચાલજો, બહુ ધીરેથી બોલજો, ક્રોધ કરશો નહિ, ગર્ભને પથ્ય ભોજન લેતા રહેજો, ખડખડાટ હસજો નહિ, ખુલ્લી જમીનમાં બહુ ફ૨શો નહિ, બને ત્યાં સુધી કોમળ પથારીમાં સૂઇ રહેજો, નીચાણવાળી જગ્યામાં ઊતરવાનું અને ઉંચાણવાળી જગ્યામાં ચડવાનો પ્રયાસ કરશો નહિ, ઘરની બહાર પગલું ભરશો નહિ, ગર્ભના ભારથી મંદ થયેલા ત્રિશલા રાણી તે વૃધ્ધ સ્ત્રીઓની શિખામણને માન આપીને ગર્ભ પોષણ થાય તે રીતે વર્તવા લાગ્યાં. પછી ત્રિશલા રાણી ઉત્તમ
ગર્ભના પ્રભાવથી વખાણવા યોગ્ય દોહલાવાળાં થયાં, જે જે દોહલા ઉત્પન્ન થયા તે તે દોહલાઓને સિધ્ધાર્થ રાજાએ પૂરવાથી સંપૂર્ણ દોહલાવાળાં તેમજ સન્માનિત દોહદવાળા, તથા અપમાનિત નહિ કરેલા દોહલાવાળાં, સર્વ પ્રકારે વાંચ્છિતપૂર્ણ દોહલાવાળાં ત્રિશલા રાણી થયાં. ત્રિશલા રાણીને ઉત્તમ ગર્ભના પ્રભાવથી, જે પ્રશસ્ત દોહદ-મનોરથો ઉત્પન્ન થયા તે કહે છે, હું અમારી પડહ વગડાવું, ઘણું દાન આપું, સદ્ગુરૂઓની સારી રીતે સેવા ભક્તિ કરું, જિનેશ્વરદેવોની પૂજા કરું, મહોત્સવો કરી અનેક રીતે સાધર્મિકોની ભક્તિ વાત્સલ્ય કરૂં, હું – સિંહાસન ઉપર બેઠી હોઉં, મારા મસ્તક ઉપર શ્રેષ્ઠ છત્ર શોભતું હોય, બન્ને બાજુ મને ચામર મૈં વીંઝાતા હોય, અને પુરેપુરી રીતે મારી આજ્ઞા સર્વત્ર પ્રવર્તતી હોય તો કેવું સારું ? મારી આજુબાજુ ધ્વજાઓ ફરકતી હોય, હું હાથી ઉપર બેઠી હોઉં, લોકો અતિશય આનંદથી જય જય શબ્દથી મારી જય પોકારતા હોય, હું પૃથ્વીને ઋણ રહિત કરું, જિનાલયો અને ધર્મશાળાઓ
તો
બંધાવું, યાચકોને દાન આપવા દાનશાળા બંધાવું, જગતના બધા જીવોને અભયદાન અપાવું કેવું સારું ? આવા આવા ઘણા મનોરથો અને દોહલાઓ થયા તે સર્વે સિધ્ધાર્થ રાજાએ પૂરવાથી સન્માનિત દોહલાવાળાં, ત્રિશલા રાણી સુખે રહેવા લાગ્યાં.
Jain Education Internatio
E
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૪
૧૪૦
www.jainslturary.cfg