________________
நிழுழுழுழுழுகு
વ્યાખ્યાન
કલ્પસૂત્ર ઢીંગણો થાય છે. પિત્ત કરનારા પદાર્થો ખાય તો ગર્ભ ટાલવાળો તથા પીળા વર્ણવાળો થાય. કફ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ સફેદ કોઢવાળો થાય, અથવા પાંડુરોગવાળો થાય. ગર્ભવતી સ્ત્રી ૪ જો અતિ ખારા પદાર્થો ખાય તો ગર્ભના નેત્રનો નાશ થાય. અતિ ઠંડો આહાર કરે તો ગર્ભને વાયુનો પ્રકોપ થાય. અતિ ગરમ પદાર્થો ગર્ભના બળને હરણ કરે છે. અતિશય વિષય સેવન ગર્ભના પ્રાણને હરે છે. વાહનમાં બેસી મુસાફરી કરવાથી, ઘોડા અને ઊંટ ઉપર સવારી કરવાથી, ઘણું ચાલવાથી, ચાલતાં લચકાવાથી, પડી જવાથી, પેટ દબાવવાથી કે પેટ ચોળાવવાથી, અતિ દોડવાથી, ઉંચા નીચા બેસવા સુવાથી, સાંકડા સ્થાનમાં સંકોચાઈને બેસવાથી કે ઉભડક આસને બેસવાથી, ઉપવાસ કરવાથી, અતિ લૂખો આહાર કરવાથી, અતિશય ભોજન કરવાથી, બહુ કડવા પદાર્થો, બહુ તીખા પદાર્થો ખાવાથી, અતિ રાગ કે અતિ શોક કરવાથી, અતિશય ઝાડા થવાથી, ઉલ્ટીઓ થવાથી, જુલાબ લેવાથી, હીંચકા ખાવાથી, આવા અનેક કારણોથી ગર્ભને પીડા થાય છે, અને ગર્ભ પડી પણ જાય છે.
குழுழுழுழுழுழுகு
Jain Education international
ગર્ભવતી સ્ત્રી દિવસે સુવે તો ગર્ભ ઉંઘણશી થાય, અંજન કરે તો ગર્ભ આંધળો થાય, રૂદન કરે તો વાંકી નજરવાળો થાય, સ્નાન વિલેપન કરે તો દુરાચારી થાય, તેલનું મર્દન કરે તો ગર્ભ કોઢીઓ થાય, નખ કપાવે તો બાળક ખરાબ નખવાળો થાય, દોડે તો બાળક ચંચળ થાય, હસે તો બાળકના દાંત, હોઠ, તાલુ, જીભ, કાળા થાય, બહુ બોલે તો બાળક બકબકીઓ થાય, ઘણા શબ્દ સાંભળે તો બાળક બહેરો થાય, બહુ પવન ખાય તો ગર્ભ સુનો થાય, અથવા મદોન્મત્ત
થાય.
ગર્ભવતી સ્ત્રીને ચોમાસામાં લૂણ અમૃત જેવું, શરદ ઋતુમાં જળ અમૃત જેવું, શિશિર ઋતુમાં ખાટો રસ અમૃત જેવો, હેમન્ત ઋતુમાં ગાયનું દૂધ અમૃત જેવું, વસંત ઋતુમાં ધૃત અમૃત જેવું, અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ અમૃત જેવો ગુણકારી છે.
For Personal & Private Use Only
4
E
૧૩૯
www.jainalarary clg