________________
કલ્પસૂત્ર
Jain Education Internation
અભિગ્રહ લઇને એવો સિધ્ધાંત નથી સ્થાપ્યો કે જ્યાં સુધી માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી કોઇએ પણ દીક્ષા લેવી નહીં. કારણ કે પ્રભુએ કેવળજ્ઞાન પામીને મા, બાપ, જીવતાં હોય તેણે દીક્ષા લેવી નહીં એવું ક્યારે પણ કહેલ નથી. પરંતુ જેમના માતાપિતા જીવતાં હતાં એવા ઘણા આત્માઓને દીક્ષા આપી છે. વળી જો એવો શાસ્રીય નિયમ જ હોય તો શ્રી મહાવીરદેવ સિવાયના ઘણાં તીર્થંકરોએ માતાપિતા જીવતા હોવા છતાં દીક્ષા કેમ લીધી ? આ ચોવીશીમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તેથી માતા મરૂદેવીએ લગભગ હજાર વર્ષ સુધી રડીને આંખોનું તેજ ગુમાવ્યું. નેમિનાથ પ્રભુને માતાપિતાએ પરણવા માટે ઘણું સમજાવ્યું છતાં તેમના જીવતાં જ દીક્ષા લઇ ગયા, આવું બધું વિચારીને માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા લેવી ન જોઇએ, એવું બોલવું કે માનવું નહીં.
પછી તે ત્રિશલા રાણી સ્નાન અને પૂજા કરી કૌતુકમાંગલ્ય કરી સર્વ પ્રકારના અલંકારોથી સુશોભિત થઇને રહેવા લાગી, તથા પોતાના તે ઉત્તમ ગર્ભને નહિ અતિ ઠંડા, નહિ અતિ ગરમ, નહિ અતિ મરચા મરી સુંઠ વગેરેથી તિખા,નહિ અતિ કડવા, નહિ અતિ કષાયેલા, નહિ અતિ ૐ ખાટા, નહિ અતિ મીઠા, નહિ અતિ ચીકણા, નહિ અતિ લુખા, નહિ અતિ લીલા, નહિ અતિ
સૂકા, પરંતુ સર્વ ઋતુઓમાં સેવવાથી સુખકારી એવા પ્રકારના ભોજનથી, વસ્ત્રોથી, સુગંધી પદાર્થોથી, માળાઓથી, ગર્ભનું પોષણ કરે છે. તથા રોગ, શોક, મોહ, અને પરિશ્રમથી, રહિત મૈં એવી રાણી ત્રિશલા ગર્ભને હિતકારી, પ્રમાણયુક્ત આરોગ્યકારક, પુષ્ટિકારક એવા આહારને પણ ૐ યોગ્ય અવસરે વાપરતી, તથા દોષરહિત એવી કોમલ શય્યા-આસનનો ઉપયોગ કરતી, તેમજ અત્યંત સુખ કરનારી અને મનને અનુકૂલ એવી ભૂમિમાં, હરતી ફરતી છતી ગર્ભ પોષણ કરવા લાગી.
WE
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૪
અહીં ત્રિશલા રાણીના ગર્ભ પોષણના પ્રસંગે ગર્ભ પોષણ સંબંધી થોડું વર્ણન કરાય છેગર્ભવતી સ્ત્રી વાયુ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ ખૂંધવાળો, આંધળો, જડબુધ્ધિવાળો અને ૧૩૮
(E)/panelibertany con