________________
કલ્પસૂત્ર )
4 4 4 4 4444444444
આ વખતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પોતાની માતાના મનમાં ઉત્પન્ન થયેલ વ્યાખ્યાન CD આવા પ્રકારનો વિચાર-મનોગત ભાવ-અવધિજ્ઞાનવડે જાણીને વિચાર્યું, “અહો ! આ 5
મોહરાજાની ગતિ વિચિત્ર છે. મેં માતાના સુખ માટે હલન ચલન નિવાર્ય મારુ એ કર્તવ્ય માતાના સુખને બદલે દુઃખરૂપ બની ગયું. હવે માતાના આ દુઃખને દૂર કરવા માટે હલન ચલન કરવું જોઇએ.” એમ વિચારીને પ્રભુએ પોતાનું એક અંગ ફરકાવ્યું, ગર્ભના અંગના ચલનથી
ત્રિશલા રાણી રાજી રાજી થઈ ગયાં, અને અત્યંત આનંદિત થઈને કહેવા લાગ્યાં કે મારા ગર્ભનું છે ક) કોઈએ હરણ કરેલ નથી. મારો ગર્ભ મરી ગયેલ નથી. એવી ગયેલ નથી. ગળી ગયેલ પણ નથી. હા,
એ મારો ગર્ભ હમણાં થોડો સમય ફરકતો બંધ થયેલો તે હમણાં વળી ફરકતો થઈ ગયેલ છે. એ રીતે કહીને અત્યંત હર્ષપૂર્ણ હૃદયવાળા થઇ ફરી કહેવા લાગ્યા કે મારા ગર્ભને તદ્ન કુશળ છે, હજી મારા ભાગ્ય જાગે છે, હું ત્રણ લોકમાં માનનીય પુત્રને પામીને ત્રણ લોકમાં માનનીય થઇશ. મારું જીવન ધન્ય અને સાર્થક બની જશે. જિનેશ્વરદેવની મારા પર કૃપા ઉતરી છે, પૂર્વ
જન્મમાં આરાધેલ જૈન ધર્મરૂપ કલ્પવૃક્ષ મારા માટે ફળ્યો છે, શાસનદેવ દેવીઓ અને HD ગોત્રદેવીઓ મારા પર પ્રસન્ન થયેલ છે, વગેરે બોલતાં અને અત્યંત-આનંદિત દેખાતાં ત્રિશલા ,
રાણીને જોઈને વૃધ્ધ સ્ત્રીઓના મુખમાંથી જય જય નંદાના આશીર્વચન નીકળવા લાગ્યાં, કુળવાન સ્ત્રીઓએ ધવલમંગલ પ્રવર્તાવ્યા, અનેક જાતના વાજીંત્રો વાગતા થઈ ગયા, ગીત, નૃત્ય થવા લાગ્યા, રાજભવનનું વાતાવરણ દેવલોક જેવું શોભનીય બની ગયું, ગર્ભની કુશલતાની વધામણીમાં કરોડોનું ધન સિદ્ધાર્થ રાજા પાસે મુકાયું અને કરોડોનું દાન સિદ્ધાર્થ રાજાએ આનંદથી
આપ્યું. આનંદમય વાતાવરણ થઇ ગયા પછી ભગવાને એવો વિચાર કર્યો કે હજી હું ગર્ભમાં 50 જ છું છતાં માતાને આટલો સ્નેહ છે, અને એ કારણે આટલું બધું દુઃખ ધારણ કર્યું તો હું જન્મ 5 પામ્યા પછી જ્યારે દીક્ષા લઈશ ત્યારે કેટલું દુઃખ થશે, એમ વિચારીને કર્મના ઉદયને અનુસારે એવો અભિગ્રહ લીધો કે જ્યાં સુધી મારાં માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી મારે દીક્ષા ગ્રહણ. કરવી નહીં. અવધિજ્ઞાન ધરાવતા હોવાથી પોતાના દીક્ષા કાળને જાણનારા પ્રભુએ આવો ૧૩૭
SAGLA44444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org