________________
કલ્પસૂત્ર
குருகுகுகுகுகு
S4444444444
કોઇ વખતે ત્રિશલા રાણીને ઇન્દ્રાણીનાં કુંડલ પહેરવાનો દોહલો (મનોરથ) થયો, પરંતુ યાખ્યાન છે પૂર્ણ ન થવાથી, રાણી દુર્બલ થવા લાગ્યાં, આ વાત ઇન્દ્ર અવધિજ્ઞાન વડે જાણવાથી ત્રિશલા છે રાણીનો દોહલો પૂર્ણ કરવાનું વિચારી ઈન્દ્ર, ઈન્દ્રાણીઓના પરિવાર સહિત ક્ષત્રિયકુંડનગરની પાસે આવી સમીપના પર્વત ઉપર ઇન્દ્રપુરી વસાવીને રહ્યો. અને ક્ષત્રિયકુંડગ્રામનગરમાં સેવકો
મારફત ઉપદ્રવ કરાવવા લાગ્યો. પોતાના નગરના ઉપદ્રવોને સહન ન કરી શકવાથી સિધ્ધાર્થ * રાજા સૈન્ય લઈ યુદ્ધ કરવા માટે ઇન્દ્રપુરીએ આવી યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે ઇન્દ્ર પણ બલવાન ? છે છતાં યુદ્ધ કરતો ત્યાંથી નાસવા લાગ્યો. ઇન્દ્રાણીઓ પણ ઈન્દ્ર પાછળ નાસવા લાગી. આ સમયે ) સિદ્ધાર્થ રાજાએ ઇન્દ્રાણીઓને પકડીને તેમના કુંડલો ઉતારી લઈને નગરીને પણ લૂંટી લીધી, અને
ઇન્દ્રાણીઓનાં કંડલો ત્રિશલા રાણીને આપીને તેનો દોહલો પૂર્ણ કર્યો. તેથી ત્રિશલા રાણી આનંદ દિ વિભોર બની સ્વસ્થ થઈ ગયાં. પછી તે ત્રિશલા રાણી ગર્ભને પીડા ન થાય તે રીતે સુખે સુખે કે
થાંભલા વગેરેના આશ્રય લઈને બેસે છે, ઊઠે છે, સૂએ છે, ઉભા રહે છે, શયામાં આળોટે છે, ભૂમિ ઉપર ફરે છે અને સુખે સુખે ગર્ભનું પોષણ કરે છે. હવે તે કાળ અને તે સમયમાં ગ્રીષ્મ ઋતુનો પ્રથમ ચૈત્ર માસ અને તેનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસના શુક્લ પક્ષ ચાલતો હતો. તે પક્ષના તેરમા દિવસે એટલે ચૈત્ર સુદિ તેરસના દિવસે ત્રિશલા રાણીના તે ઉત્તમ ગર્ભને નવમાસ અને સાડાસાત દિવસ વીતી ગયા.
અહીં ચોવીશે તીર્થકરોનો ગર્ભસ્થિતિ કાળ સમાન નથી તે કહેવાય છે. શ્રી ઋષભદેવપ્રભુ નવમાસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા. શ્રી અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીશ દિવસ. શ્રી સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. શ્રી અભિનંદન સ્વામી આઠ માસ અને અઠ્યાવીશ દિવસ.
pw555555555555555555
Jan Education international
For Personal & Private Lise Only