________________
SHAHSE
કલ્પસૂત્ર
ક્યાંથી રહે? અરે ! દેવ તને ધિક્કાર થાઓ. તે મારા મનોરથરૂપ કલ્પવૃક્ષને ઉખેડી નાખેલ છે. વ્યાખ્યાન તે મને મેરૂપર્વત ઉપર ચડાવીને નીચે ફેંકી દીધી છે, તેં મને બે નેત્ર દઇને ખેંચી લીધાં છે. અરે દેવ ! તેં મને રત્નોનો ખજાનો આપીને ઝૂંટવી લીધો છે, ભોજનનો થાળ આપીને ખેંચી લીધો છે, મારું વહાણ ભરદરિયામાં ડુબાડી દીધું છે, હે દેવ ! તેં મારા ત્રિલોકનાથ પુત્રરત્નને હરી લીધું છે, તેથી તું અતિશય નિર્દય છે, અત્યંત નિર્લજ્જ છે. આવા દૈવને ઓલંભા આપીને વળી વિચારે છે કે દૈવને ઓલંભા આપવાથી શું ? અરે જીવ ! તેં પૂર્વભવોમાં તીવ્ર પાપ કર્યો હશે, ધાવતા એવા બાળકોને અને વાછરડાંઓને માતાથી વિયોગી બનાવ્યાં હશે, વૃક્ષની ડાળીઓ ભાંગી હશે, ઉંદરોનાં દર પાણીથી પુરી દીધા હશે, કીડીઓ વગેરેનાં દરો ઉના પાણીથી ભરી દીધા હશે, પક્ષીઓનાં ઇડા ફોડયા હશે, અથવા બચ્ચાંઓ સહિત પક્ષીઓના માળા જમીન પર ફેંકી દીધા હશે, પક્ષીઓને બચ્ચાથી વિયોગિત કર્યા હશે, અથવા પૂર્વે બાલહત્યા કરી હશે, ગર્ભ પડાવ્યા હશે, શોક્યના પુત્રાદિ માટે મંત્રો ઔષધોના પ્રયોગો કર્યા હશે, કામણ કર્યો હશે, ગર્ભના સ્તંભન કર્યા હશે, તળાવો ફોડાવ્યા હશે, અણગળ પાણી પીધા હશે, પક્ષીઓને પાંજરામાં નાખ્યાં હશે, શિકાર કીધા હશે, પ્રાણીઓની હિંસા કીધી હશે, અસત્ય બોલી બીજાને ઠગ્યા હશે, બીજાના રત્ન, સુવર્ણ ધન વગેરે લૂંટયા હશે, શીલ વ્રત ભાંગ્યા હશે, કોઇના શીલ ભંગાવ્યાં હશે, કોઇને કૂડા આળ દીધાં હશે. શાપ દીધાં હશે, મુનિઓને સંતાપ્યા હશે, ગામોને બાળ્યા હશે, જંગલમાં દાવાગ્નિ લગાવ્યા હશે, દેવદ્રવ્ય ભક્ષણ કરેલ હશે. જિનમંદિર પાડ્યાં હશે. ગુરૂઓનાં અવર્ણવાદ બોલ્યા હશે, દેવગુરૂ ધર્મ
ઉપર દ્વેષ કર્યો હશે. કોઇને દાન દેતા નિવાર્યા હશે. અભક્ષ્ય ભક્ષણ કર્યો હશે, આવાં અનેક પાપો ગ્ર (5) મારા જીવે પૂર્વ ભવમાં કર્યા હશે, તે હમણાં મને ઉદયમાં આવ્યાં છે. તેથી મારો ગર્ભ રત્ન ગળી થઈ
ગયો છે. આ કારણે મારા દુઃખનો કોઇ પાર નથી. હે સખીઓ ! હું સમજતી હતી કે મેં ચૌદ સ્વપ્નો કિ જોયાં છે. તેથી હું ચૌદ રાજલોક પૂજિત એવા પુત્ર રત્નને પામીશ. પરંતુ મારા એ મનોરથો મનમાંજ કે ૨ રહી ગયા, દૈવે એકે મનોરથ પૂર્ણ થવા દીધો નહીં. અરે ! હવે હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે રે
આ ફરિયાદ કરું, આ સંસારના અસારપણાને ધિક્કાર થાઓ, અરે સખીઓ ! મારો ગર્ભ ગળી
445 47554 54
555 55 55 55 55 55 55 55 55 55 55
For Personal Private Use Only
www.
j
brary