________________
કલ્પસૂત્ર
E
ததததத
குகுகுகுகுப்
Jain Education Internatio
૪
ઉત્તમ પાષાણોથી, પ્રવાલોથી, માણિક વિગેરે રાતારત્નોથી, રત્નકંબલ વગેરે વસ્રોથી, વિદ્યમાન વ્યાખ્યાન શ્રેષ્ઠ દ્રવ્યથી, મનની પ્રસન્નતાથી તથા સ્વજનોએ કરેલા વસ્ત્રાદિકનાં સત્કારના સમૂહથી જ્ઞાતકુળ ř અતિ ઘણું અતિ ઘણું વૃધ્ધિ પામ્યું. એથી શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના માતા પિતાના મનમાં આ પ્રકારે વિચાર ચિંતવન અભિલાષરૂપ મનમાં રહેલો ભાવ ઉત્પન્ન થયો કે' જ્યારથી અમારો આ પુત્ર ગર્ભપણે આવેલ છે, ત્યારથી અમે રૂપાથી વૃધ્ધિ પામ્યાં છીએ, સોનાથી વૃધ્ધિ પામ્યાં છીએ, તથા ધનથી, ધાન્યથી, રાજ્યથી, દેશથી, બળથી, વાહનથી, ધાન્યના ભંડારથી, નગરથી, અંતઃપુરથી, દેશનિવાસી લોકોથી, રત્ન, મણિ, મુક્તાફલ, શંખ, સ્ફટિક, પ્રવાલ વિગેરેથી વૃદ્ધિ પામ્યા છીએ. તેમજ વિદ્યમાન એવા શ્રેષ્ઠ દ્રવ્યથી, તથા સ્વજનોના પ્રીતિ સત્કારથી અતિશય વૃધ્ધિ પામ્યાં છીએ. તેથી અમારો આ બાળક જન્મ પામશે, ત્યારે અમે આ બાળકનું વૃધ્ધિ પામવાને યોગ્ય ગુણવાળું “વર્ધમાન” એવું નામ રાખશું.
હવે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે અને માતૃભક્તિનું પ્રેરક દૃષ્ટાન્ત આપવા માટે “હું જ્યારે ગર્ભમાં હાલું ચાલું છું ત્યારે માતાને જરૂર કષ્ટ થતું હશે.’’ એ રીતનો વિચાર કરી પ્રભુ ગર્ભમાં નિશ્ચલ થયા. હલન, ચલન, કંપન તજીને અંગોપાંગોને ગુપ્ત રાખીને રહ્યા, પ્રભુ ગર્ભમાં નિશ્ચળ થવાથી ત્રિશલા રાણીને એવો વિચાર ઉત્પન્ન થયો કે શું મારો ગર્ભ દેવાદિથી હરણ કરાયો ? અથવા શું મારો ગર્ભ મરણ પામ્યો ? શું તે ગર્ભ ચ્યવી ગયો ? શું તે ગર્ભ ગળી ગયો ? કારણ કે તે ગર્ભ પહેલાં મારા ઉદરમાં ફરકતો હતો અને હમણાં તે ગર્ભ ફરકતો નથી.
એવા વિચારોથી નિરાશા પામેલા મનોરથવાળી તથા ગર્ભહરણની ચિંતાથી શોક સમુદ્રમાં ડૂબેલી તથા હથેળીમાં મુખ સ્થાપીને બેઠેલી, તથા આર્તધ્યાનગ્રસ્ત બનેલી તે ત્રિશલા રાણી નીચા નેત્ર રાખીને પૃથ્વી સન્મુખ જોતી છતી આ પ્રમાણે વિચારે છે, કે અરે ! હું ભાગ્ય વિનાની છું. ભાગ્યહીન એવા અમારે ત્યાં એવાં નિધાન પ્રગટ ક્યાંથી થાય ? દરિદ્રના હાથમાં ચિન્તામણિ રત્ન (૧૩૪
12
For Personal & Private Use Only
www.aiheliorary cle