________________
કલ્પસૂત્ર
HIGH GY
ભેળા થતા હોય એવા ચોકમાં, તેમજ જ્યાં ઘણા માર્ગ ભેળા થતા હોય એવા ચત્વરમાં, તથા ચાર બારણાવાળા દેવમંદિર અથવા છત્રી વગેરેમાં, તથા મોટા પંથવાળા રાજમાર્ગોમાં તથા ગામડાના જુના રહેવાના ઉજ્જડ સ્થાનોમાં, ગામની પાણી નીકળવાની ખાળમાં, નગરની પાણી ૐ નીકળવાની ખાળમાં, દુકાનોમાં, યક્ષાદિદેવોનાં મંદિરોમાં, ગામ વગેરેના માણસોને બેસવાના ચોરામાં, પાણી પીવાની પરબોમાં, તથા કેળ વગેરેના વૃક્ષોથી છવાયેલા અને યુવાન સ્ત્રી પુરુષોને રમતગમત કરવાના બગીચાઓમાં, તથા પુષ્પ ફળવાળા વૃક્ષોથી શોભિત અને મહોત્સવ વગેરેના સમયમાં ઘણા માણસોના ઉપયોગમાં આવતા એવા ઉદ્યાનોમાં, તથા એક જાતિના જ વૃક્ષોના સમૂહવાળાં વનોમાં, તથા અનેક જાતિના વૃક્ષોના સમૂહવાળા વનખંડોમાં, સ્મશાનમાં, ઉજ્જડ ઘરોમાં, પર્વતોની ગુફાઓમાં, શાન્તિ કરવાના સ્થાનોમાં, પર્વતોની ખોદેલ શિલાઓમાં, સભા ૐ મંડપોમાં, લોકોને રહેવાના ઘરોમાં, એ પ્રમાણે ઉપર કહેલા સ્થાનો વગેરેમાં કૃષ્ણ પુરુષોએ પહેલા દાટેલાં જે જે નિધાનો હતાં, તે સર્વે ધનના નિધાનોને તિર્યક્ જુંભકદેવો સિદ્ધાર્થ રાજાના ઘરમાં લાવીને મૂકે છે.
Jain Education International
હવે જે રાતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ જ્ઞાતકુળમાં સંહરાયા તે રાતથી આરંભીને તે જ્ઞાતકુળ રૂપાથી અને સુવર્ણથી વૃદ્ધિ પામવા લાગ્યું, તથા ગણિમાદિ ચાર પ્રકારના દ્રવ્યથી તથા જવ, ઘઉં, શાલિ, ભાત, સાઠી, ચોખા, કોદ્રવા, બંટી, કાંગ, સામો, તલ, મગ, અડદ, અલસી, ચણા, તિઉડા, વાલ, સિવિંદ, ઉર્દૂ, ચોળા, મસૂર, તુવર, કુલથી, ધાણા અને કલાદ એ ચોવીશ પ્રકારનાં ધાન્યથી વૃધ્ધિ પામવા લાગ્યું, તથા સાત અંગવાળા રાજ્યથી, દેશથી, હાથી, ઘોડા, રથ, પાયદલ, એમ ચતુરંગિણી સેનાથી, ઊંટ વગેરે વાહનોથી, દ્રવ્યના ભંડારથી, ધાન્યના ભંડારથી, નગરથી, અંતઃપુરથી, દેશ નિવાસી લોકથી અને યશોવાદથી વૃધ્ધિ પામ્યું. તથા ઘણા ધનથી ઘડેલા તથા નહિ ઘડેલા એવા સુવર્ણથી, કકેતન વગેરે રત્નોથી, ચન્દ્રકાન્ત વગેરે મણિઓથી, છીપથી ઉત્પન્ન થયેલા સાચા મોતીઓથી, દક્ષિણાવર્ત શંખોથી, સ્ફટિક અથવા કસોટી વગેરે
For Personal & Private Use Only
குகுகுகுகு
વ્યાખ્યાન
૪
૧૩૩
www.jainslturary.cfg