________________
કલ્પસૂત્ર ૬ કરીને એ સ્વપ્નોને સારી રીતે હૃદયમાં ધારી રાખીને સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામીને ત્રિશલા વ્યાખ્યાન
૪
રાણી વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી જડેલા ચિત્રવિચિત્ર એવા ભદ્રાસનથી ઊઠે છે. પછી નહિ અતિ ચપલ, નહિ ભ્રાંતિવાળી, નહિ વિલંબવાળી, એવી રાજહંસ જેવી ગતિથી ચાલતી જ્યાં પોતાનું નિવાસ સ્થાન છે ત્યાં આવી તે ઘરમાં પ્રવેશ કરે છે.
FEBRU
Jain Education internati
હવે જે દિવસથી આરંભીને શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ હરિર્નંગમેષિ દેવવડે સિધ્ધાર્થ રાજાનાં કુળમાં લવાયા - તે દિવસથી કુબેર ભંડારીની આજ્ઞા માનનારા અને તિÁલોકમાં વૈતાઢય પર્વતની મેખમાલામાં રહેનાર વ્યંતરનિકાયના ઘણા તિર્યગ્ - શૃભકદેવો ઇન્દ્રની આજ્ઞાથી હવે પછી જેનું વર્ણન કરવામાં આવે છે એવા પૂર્વે પૃથ્વીમાં દાટેલા જે મહાનિધાનો હતાં, જેવાકે, જેના માલિકો નાશ પામી ગયા હતા, જે ધનના એકઠા કરનારા નાશ પામી ગયા હતા, જેના ગોત્રીઓ અને ગોત્રીઓના ઘરો નાશ પામી ગયા હતા, તથા જેના સ્વામીઓ સર્વ રીતે નાશ પામી ગયા હતા, તથા જેને એકઠા કરનારા સર્વ રીતે નાશ પામી ગયા હતા તથા જેના ગોત્રીઓનાં ઘરો સર્વ રીતે નાશ પામી ગયા હતા તથા જે નિધાનો રાજાના કરવાળા ગામોમાં, લોખંડ વગેરેની ઉત્પત્તિના સ્થાનરૂપ ખાણોમાં, રાજાના કર વિનાના નગરોમાં, ફરતા ધૂળના કોટવાળા ગામડામાં, કુનગરોમાં અથવા નાના નગરોમા તથા જેની ચારે બાજુ બે બે ગાઉ ઉપર ગામો હોય એવા મંડપો, જેનો જલમાર્ગે તથા સ્થલ માર્ગે એમ બન્ને પ્રકારનો જવા આવવાનો માર્ગ હોય એવા દ્રોણ મુખોમાં, પુરોમાં જેનો જલમાર્ગે કે સ્થલમાર્ગે જવા આવવાનો એક જ માર્ગ હોય એવા પત્તનોમાં, તીર્થ સ્થાનોમાં અથવા તાપસોના આશ્રમોમાં હતા એવા નિધાનો, તથા જે નિધાનો જ્યાં ખેડૂતો ખેતી કરીને રક્ષણને માટે વાડ વિગેરેના કિલ્લાવાળી જમીનમાં ધાન્ય રાખે છે તેવા સપાટ જમીનવાળા સંબાહ કહેવાય. તેવા સંબાહોમાં, સંઘ અથવા વ્યાપારીઓની વણઝાર તથા લશ્કર આદિકને ઊતરવાના સંનિવેશોમાં, તથા શીંગોડા ફળ સમાન આકારવાળા શૃંગાટક્ક સ્થાનોમાં, તથા જ્યાં ત્રણ માર્ગો એકત્ર થાય તેવા ત્રિવાટામાં, તથા ચાર રસ્તાઓ જ્યાં
For Personal & Private Use Only
குகுகு
குகுகுகுகுகு
૧૩૨
www.jainelibrary.org