________________
કલ્પસૂત્ર
555555555555544444444
ધારણ કરનારા એવા ધર્મચક્રવર્તી તીર્થંકર થાશે, તેથી હે દેવાનુપ્રિય રાજન્ ! ત્રિશલા રાણીએ શું વ્યાખ્યાન
ઘણા જ સારા સ્વપ્નો જોયાં છે. આરોગ્ય, સંતોષ દીર્ધાયુષ્ય, કલ્યાણ અને મંગલ કરનાર સ્વપ્નો ) 7) રાણીએ જોયા છે, પછી સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણ પાઠકોના મુખથી સ્વપ્નોનો અર્થ સાંભળીને ;
અને ધારીને અત્યંત ખુશી થયા, સંતોષ પામ્યા, યાવત્ હર્ષથી પૂર્ણ હૃદયવાળા થયા છતાં બે - હાથથી અંજલિ કરીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિય સ્વપ્ન પાઠકો ! એ એમજ છે, એ તેમજ છે, એ યથાર્થ છે, એ મારી ઇચ્છા પ્રમાણે છે. તમારા મુખમાંથી રે પડતા એ વચનોને મેં ગ્રહણ કરેલ છે. એ વાંછિત છતાં વારંવાર વાંચ્છલ છે. જેવી રીતે તમો
અર્થ કહો છો તેવી રીતે એ અર્થ સાચો છે. એમ કહીને સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્નોને સારી રીતે 5) હૃદયમાં ધારણ કરીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને ચોખા વગેરેના ઘણા ભોજન વડે અને જાઇ, જૂઈ 5
વગેરેના છૂટા ફુલો વડે તથા વસ્ત્રો વડે તેમજ વાસચૂર્ણાદિ સુગંધિ દ્રવ્યો વડે તથા ગુંથેલા પુષ્પોના : હાર વડે, અને હાર, મુકુટ, બાજુબંધ વગેરે આભૂષણો વડે સત્કારી સન્માનીને જીવન પર્યંત ચાલે છે તેટલું પ્રીતિ સહિત ઘણાં દ્રવ્યનું દાન દઈને તેમને વિદાય આપી.
પછી સિધ્ધાર્થ રાજા સિંહાસનથી ઉઠીને પડદામાં બેઠેલા ત્રિશલા રાણી પાસે જઈને આ પ્રમાણે કહે છે. તે દેવાનુપ્રિયે ત્રિશલા ! નિશે સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સામાન્ય અને ત્રીશ મહાસ્વપ્નો કહેલાં છે. એમાં જે ત્રીશ મહાસ્વપ્નો છે તેમાંથી તીર્થંકરની અને ચક્રવર્તિની માતાઓ શું ચૌદ મહાસ્વપ્નો દેખે છે, વાસુદેવની માતાઓ સાત મહાસ્વપ્નોને દેખે છે, બલદેવની માતાઓ (5) ચાર મહાસ્વપ્નોને દેખે છે, અને માંડલિક રાજાની માતા એક મહાસ્વપ્નને દેખે છે, પછી જાગી જાય છે. હે દેવાનુપ્રિયે ત્રિશલા ! તેં આવાં ચૌદ મહાસ્વપ્નો જોયા છે, તેથી તેં ઘણા ઉત્તમ સ્વપ્નો જોયા છે. એ સ્વપ્ન દર્શનથી શ્રેષ્ઠ ધર્મે કરીને ચાર ગતિનો અંત કરવાને સમર્થ ધર્મચક્રવર્તી એવા ત્રણ લોકના અધિપતિ જિનેશ્વર તારા પુત્ર થશે. એ અર્થને સાંભળીને અને ધારીને તે ત્રિશલા રાણી હર્ષ પામી, સંતોષ પામી, યાવતુ હર્ષથી પરિપૂર્ણ હૃદયવાળી થઈ છતી બે હાથ વડે અંજલિ
કે ૧૩૧
Join Education international
wwwbrary
For Personal Private Use Only