________________
કલ્પસૂત્ર
Jain Education interna
EEEEE
குகுகுகுகுகுகுகுகு
સ્વપ્નમાં દેવવિમાન જોયું છે તેથી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને દેવલોક સુધીના વૈમાનિક દેવોને પૂજવા યોગ્ય તથા સેવા કરવા યોગ્ય થાશે, તથા નવત્રૈવેયક અને પાંચ અનુત્તરવાસી દેવોને આરાધવા યોગ્ય થાશે. તેરમા સ્વપ્નમાં રત્નરાશિ જોયો છે તેથી દેવોએ રચેલ ત્રણ ગઢવાળા સમવસરણમાં બિરાજિત થાશે, અને ભવીજીવોને ધર્મોપદેશ આપશે. ચૌદમા સ્વપ્નમાં નિર્ધમ અગ્નિ જોયો છે તેથી તેજસ્વી અને પોતાના આત્માની શુદ્ધિ કરનાર થાશે તથા ભવિજીવોને શુદ્ધ કરનાર થાશે, ચૌદ મહાસ્વપ્નોનું એકઠું ફળ તો ચૌદ રાજલોકનો સ્વામિ થાશે, ચૌદ રાજલોકના અગ્રસ્થાનમાં રહેલ મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરશે.
હે દેવાનુપ્રિય રાજન્ ! આ પ્રમાણેના ફળને આપનારા એવા ચૌદ મહાસ્વપ્નોને ત્રિશલા મહારાણીએ જોયાં છે, તેથી તમને ધનનો લાભ થશે, સુખનો લાભ થશે, ભોગોનો લાભ થશે, પુત્રનો લાભ થાશે, રાજ્યનો લાભ થશે.
એવી રીતે નિશ્ચયે ત્રિશલા રાણી નવ માસ અને સાડાસાત દિવસ રાત ગયે છતે તમારા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં મુકુટ સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ કરનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળનો આધાર, કુળના યશને વધારનાર, કુળમાં વૃક્ષ સમાન, કુળની પરંપરા વધારનાર, સુકોમલ હાથ પગવાળા, સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ-વ્યંજન ગુણયુક્ત, માન અને ઉન્માન પ્રમાણથી સંપૂર્ણ સારી રીતે પ્રગટ થયેલા મનહર સર્વ અંગોથી સુંદર શરીરવાળા, ચંદ્રસમાન શાન્ત મુદ્રાવાળા, મનોહર પ્રીતિકારી દર્શનવાળા, અને સુંદર રૂપવાળા, એવા પુત્રને જન્મ આપશે.
குகுகுகுகுமு
For Personal & Private Use Only
குகுகுழுச்
વ્યાખ્યાન
૪
એ પુત્ર બાલ્યાવસ્થાને ત્યજી સર્વ કલાઓ વગેરેનો જાણકાર થાશે, યુવાન થઇ દાનાદિક આપવામાં શૂર થાશે, યુદ્ધમાં વીર થશે, અત્યંત પરાક્રમવાળો થાશે, હાથી, ઘોડા, રથ, પાયદલ વગેરેની વિસ્તારવાળી સેનાવાળો થાશે, ચારે દિશાઓના સ્વામી ચક્રવર્તિ રાજ્યના સ્વામી
રાજાધિરાજ થશે, અથવા ત્રણ લોકના નાયક અને ચાર ગતિને નાશ કરનારા શ્રેષ્ઠ ધર્મરૂપ ચક્રને ૧૩૦
www.jainslitary.c17